ગુજરાત રાયની ૧૫ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજવાની છે તેમાં સૌરાષ્ટ્ર્ર કચ્છની સાત મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર્ર કચ્છની આ મહાનગરપાલિકાઓમાં ગાંધીધામ જામનગર પોરબંદર ભાવનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર્ર– કચ્છની જે ૩૦ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજવાની છે તેમાં અમરેલી જિલ્લામાં અમરેલી બગસરા સાવરકુંડલા દામનગર બાબરા ધારી, કચ્છ જિલ્લામાં અંજાર માંડવી ભુજ મુન્દ્રા બારોઈ નખત્રાણા નો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પાટણ ઉના સુત્રાપાડા જામનગર જિલ્લામાં સિક્કા જુનાગઢ જિલ્લામાં કેશોદ દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખંભાળિયા જામ રાવલ બોટાદ જિલ્લામાં બોટાદ બરવાળા ભાવનગર જિલ્લામાં મહત્પવા પાલીતાણા વલભીપુર મોરબી જિલ્લામાં વાંકાનેર માળીયા મીયાણા ટંકારા રાજકોટ જિલ્લામાં ગોંડલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ચોટીલા ધ્રાંગધ્રા અને પાટડી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર્ર કચ્છમાં અમરેલી કચ્છ ગીર સોમનાથ જામનગર જુનાગઢ દેવભૂમિ દ્રારકા પોરબંદર બોટાદ ભાવનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અવસાન અને રાજીનામાં કે તેવા જુદા જુદા કારણોસર ખાલી પડેલી નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ પણ યોજાવવાની છે. કુલ ૧૩ બેઠકની આ ચૂંટણીઓમાં પાંચ બેઠકો સૌરાષ્ટ્ર્રની નગરપાલિકાઓની છે. પોરબંદર જિલ્લામાં કુતિયાણા રાણાવાવ જુનાગઢ જિલ્લામાં બાટવા સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સલાયા નગરપાલિકાની એક એક બેઠકનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં રાજકોટ, જામ કંડોરણા, જેતપુર, કોટડા સાંગાણી, ગોંડલ, લોધિકા, પડધરી, ધોરાજી, જસદણ, વીંછીયા અને ઉપલેટા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે.
ગત સાંજે ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે અને રાજકીય પક્ષોએ દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટુંક સમયમાં જ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application