આ સમર વેકેશન ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે કુલ.. કુલ રહ્યું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૦ થી ૬૦% બુકિંગ ઓછા થયા છે. ખાસ કરીને ઇલેકશન ઇફેકટ અને એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારાના લીધે રાજકોટવાસીઓનો હરવા ફરવાનો મૂડ વિખાય ગયો છે.
વરસ દરમિયાન નું સૌથી મોટું વેકેશન ઉનાળુ વેકેશન હોય છે ત્યારે ફેબ્રુઆરી મહિનાથી જ સહેલાણીઓ દ્રારા બુકિંગ થઈ જતા હોય છે. માર્ચ મહિનામાં ટ્રાવેલ પેકેજના બુકિંગ ફુલ થઈ જતા હોય છે જેના લીધે ટ્રાવેલ એજન્ટો આ સિઝનમાં સતત વ્યસ્ત રહેતા હોય છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના લીધે અને વેકેશનની તારીખ પણ જાહેર ન થઈ હોવાથી શઆતના તબક્કાથી જ બુકિંગ નું પ્રમાણ ધીમી ગતિએ નોંધાયું હતું.
એપ્રિલ મહિનાની શઆત થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેમ છતાં હજુ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ ફુલ લેશમાં ટેક ઓફ થઈ નથી. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી દિલીપ મસરાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર્રના ટ્રાવેલ એજન્ટો માટે સમર વેકેશનની સીઝન ફુલ પીકઅપ પકડતી હોય છે. કોરોના પછી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ ૧૩૦ કરોડ નો વેપાર કરે છે જેની સામે આ વખતે ૪૦% માર્કેટ ડાઉન જોવા મળી છે. તેમને એક વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમુક ટ્રાવેલ એજન્ટો દ્રારા ૬ મહિના અગાઉથી એરલાઇન્સની ટિકિટના બલ્ક બુકિંગ કરાવી સીઝનમાં તગડો નફો મેળવતા હોય છે. એરલાઇન્સ અને અમુક ટ્રાવેલ એજન્ટોની મિલી ભગત ના લીધે અત્યારે એરલાઇન્સની સાઇટ પર હાઉસફુલ બતાવે છે અને પેલી ટિકિટો ખપતિ નથી. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા દીપક કારીયાએ જણાવે છે કે, આ વખતે એરફેરમાં જબરો ઉછાળો આવતા જેની અસર દેખાઈ રહી છે.
ગુજરાતમાં સાત મે એ મતદાન થવાનું હોવાથી ઇલેકશનના લીધે અત્યાર પૂરતું લોકોએ ફરવા જવાનું ટાળ્યું છે તો ઘણા સરકારી કર્મચારીઓ ઇલેકશન ડુટીમાં છે અને ઇલેકશનના લીધે પરિણામ પણ વહેલું આવવાનું હોવાથી બાળકોના એન્જિનિયરિંગ અને મેડિકલ ના એડમિશન વહેલાસર શ થવાના હોવાથી મોટાભાગના પેરેન્ટસે તેમનો કરવાનો પ્લાન હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. સમર વેકેશનમાં લાગેલી બ્રેક ના લીધે આ વર્ષે સાતમ આઠમ અને દિવાળીના સમયમાં ફરવા જવાના એડવાન્સ બુકિંગ ટૂંક સમયમાં શ થઈ જશે તેવું ટ્રાવેલએજન્ટો એ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech