ભાણવડમાં આવેલા સેવા સદન નજીકથી જી.જે. 10 એ.એસ. 5763 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ ભીમાભાઈ ભોજાભાઈ પિપરોતર નામના 70 વર્ષના સગર વૃધ્ધને એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને અડફેટે લીધા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અંગે ભાણવડના ઝરેરા ગામે રહેતા મારખીભાઈ જેઠાભાઈ કદાવલા (ઉ.વ. 48) ની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.
ભાણવડ નજીક વિદેશી દારૂ સાથે વેરાડનો શખ્સ ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું
ભાણવડ તાબેના વેરાડ ગામે રહેતા ચેતન મનસુખભાઈ કાજીયા નામના 36 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂ. 9,513 ની કિંમતમાં પરપ્રાંતિય શરાબ તેમજ રૂ. 20,000 ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 29,513 નો મુદ્દામાલ કબજે કરી, તેની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેણે ટીંબડી ગામના મૂળ રહીશ અને હાલ વેરાડ ગામે રહેતા રાજુ લાખાભાઈ હુણ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ઓખા મંડળમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત ચાર ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાંથી પોલીસે ગીતાબેન રાજુભાઈ દતાણી અને ઉષાબેન રમેશભાઈ સંચાણિયાને તેમજ ઓખાના ગાંધીનગરી વિસ્તારમાંથી પોલીસે હાજીભાઈ જૂમાભાઈ સીદી અને ગફાર તુરકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપે લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech