BREAKING NEWS

સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતા આઠ શ્રમિકનાં મોત, ૨૫થી વધુ ફસાયાની આશંકા

  • July 21, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિક્કિમના નામચી જિલ્લાના સમરદુંગમાં એનએચપીસીના નિર્માણાધીન તીસ્તા સ્ટેજ–૬ હાઇડ્રોઇલેકિટ્રક પ્રોજેકટ અંતર્ગત બની રહેલી ટનલ ધસી પડતા અંદર કામ કરી રહેલા ૮ શ્રમિકના મોત થયા છે જયારે ૨૫થી વધુ કામદાર અંદર ફસાયા હોવાની આશંકાના પગલે તંત્રે રેસ્કયુ ઓપરેશન હાથ ધાયુ છે અને કાટમાળ હટાવીને કામદારોને બચાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે શ કરવામાં આવ્યું છે.રાયના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ ઘટના પર શોક વ્યકત કર્યેા હતો. અકસ્માત બાદ, ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરની શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મળી આવેલા ૮ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને અન્ય જરી પ્રક્રિયાઓ માટે સિંગતમ જિલ્લા હોસ્પિટલ, ગંગટોકની એસટીએનએમ હોસ્પિટલ અને નામચી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.ઘટનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર, રાય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ , સિક્કિમ પોલીસ, એસડીઆરએફ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ અને પાકયોંગ અને સિલિગુડીની એનડીઆરએફ ટીમો સહિત વિવિધ નિષ્ણાત એજન્સીઓ સુરંગમાં ફસાયેલા બાકીના કામદારો સુધી પહોંચવા અને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.મુખ્યમંત્રીએ તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓને તમામ શકય સહાય પૂરી પાડવા, બચાવ કાર્ય ઝડપી બનાવવા અને સમગ્ર કામગીરી દરમિયાન સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.તેમણે જનતાને શાંતિ જાળવવા, અપ્રમાણિત અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાનું ટાળવા અને અસરગ્રસ્ત કામદારો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરવા અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાય સરકાર બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શકય સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application