BREAKING NEWS

જૂનાગઢ નજીક આઇશર–કાર વચ્ચે અકસ્માત: પાંચ મોત

  • July 11, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ તાલુકાના મજેવડી બાયપાસ પાસે આઇસર અને કાર વચ્ચે અકસ્માતમાં બનાસકાંઠા પંથકના છ સહિત સાતના ઘટના સ્થળે મોત નીપયા હતા. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી, હાઇવે પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં બાળકી સહિત પાંચ ઇજાગ્રસ્ત થતા તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતથી હાઈવે પર મૃતકોની ચીસો ગુંજી ઉઠી હતી.
    જુનાગઢ તાલુકાના મજેવડી નજીક બાયપાસ પાસે અમરદીપ હોટલ પાસે આજે સવારે આઇસર ટ્રક અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. બે બાળકી સહિત પાંચના મોત થયા છે. બનાસકાંઠાના વાવ થરાદ ગામના પરિવારના સભ્યોને ગંભીર ઇજા થઈ છે. આજે સવારે મજેવડી બાયપાસ પાસે કાર નંબર જીજે ૩૮ બીઈ ૫૯૬૨ જઈ રહી હતી તે દરમ્યાન આઇસર વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં બનાસકાંઠાના વાવ થરાદ ગામના પરિવાર બેઠા હતા. અકસ્માતથી કારનો બુકડો બોલી ગયો હતો. હાઇવે વિસ્તાર મરણ ચીસો થી ગુંજી ઉઠો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇજાગ્રસ્ત અને મૃતકો કારમાંથી રસ્તા પર ફંગોળાયા હતા.સ્થળ પર પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં શૈલેષભાઈ દલવાડીયા (ઉ.વ.વર્ષ ૫૦) વિરમગામ અમદાવાદ, તથા રાહી શૈલેશભાઈ બારોટ (ઉંમર વર્ષ ૬) વિરમગામ અમદાવાદ તથા ત્રણ મહિનાનું બાળક નું મોત થયું હતું. આ ઉપરાંત અન્ય બે લોકોના પણ ગંભીર ઈજા થવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, તાલુકા પોલીસ, હાઇવે પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ ની બે ટીમ સ્થળ પર પહોંચી હતી.
ઈજાગ્રસ્તોમાં મંજુબેન જીતુભાઈ બારોટ (ઉંમર વર્ષ.૪૫) વાવ થરાદ, અમૃતભાઈ મોહનભાઈ બારોટ ઉં  વ. ૧૩(વાવ થરાદ), યશરાજ (૧૦ માસ), તથા બે અજાણી મહિલા (બનાસકાંઠા થરાદ), સહિત સાત ઇજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે.
પ્રા વિગત મુજબ મૃતકોમાં મુખ્યત્વે બનાસકાંઠાના વાવ થરાદ ગામના જ છે. ઇજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસ દ્રારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતની ઘટનાથી અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં મૃત્યુ આકં વધવાની પણ સંભાવના સેવાઈ રહી છે હાલ તાલુકા પોલીસ ની ટીમ દ્રારા વધુ તપાસ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application