BREAKING NEWS

બોડીદરની ત્રણ દીકરીઓનો પુન: શાળા પ્રવેશ કરાવતા શિક્ષણમંત્રી ડો.વાજા

  • June 25, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરાવેલી પ્રવેશોત્સવની શૃંખલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ૨૪માં વર્ષમાં પ્રવેશી છે.
આ શિક્ષણયજ્ઞની યોત પ્રવલિત રાખતા શિક્ષણમંત્રી પ્રધુમનભાઈ વાજાએ બોડીદર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં અનુકરણિય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતું.
શિક્ષણમંત્રીએ બોડીદર ખાતે શિક્ષણની મુખ્યધારામાંથી અલગ થયેલી દીકરીઓના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈ તેમને શિક્ષણનું મહત્વ સમજાવી પુન: અભ્યાસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
જે પછી શિક્ષણમંત્રીએ સન્માનભેર પોતાની કારમાં બેસાડી સ્કૂલમાં ફરી પ્રવેશ માટે લાવી શિક્ષણની મુખ્યધારામાં લાવી પોતાનો વડીલસહજ વાત્સલ્યભાવ દર્શાવ્યો હતો.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના જીવનમાં પરિવર્તન લાવતું સૌથી શકિતશાળી પરિબળ છે અને રાય સરકારનો સંકલ્પ છે કે, રાયનો એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાય સરકાર ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ડ્રોપઆઉટના લયને સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે.
બોડીદરની કન્યાશાળામાં બેક ટૂ સ્કૂલ અંતર્ગત કોઈ કારણોસર શાળા છોડી હોય એવી ત્રણ વિધાર્થિનીઓ જેઠવા જાગૃતિ, જેઠવા ક્રિષ્ના અને કામળિયા આશાને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ધો.૯માં શાળામાં પુન: પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.યારે ચીખલી ગામે મનમિત મકવાણા, રેણુકાબેન મકવાણા, અનિલભાઈ પામક તથા ગોપાલભાઈ કામલિયાને પણ પુન: શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application