BREAKING NEWS

દ્વારકા જીલ્લાના ટાપુઓના દરીયાઇ જીવસૃષ્ટિ જાળવીને ઇકો ફ્રેન્ડલી ટૂરીઝમ વિકસાવાશે

  • November 21, 2025 11:44 AM 



દ્વારકા નગરી ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે દ્વારકા અને બેટ દ્વારકા એક ભગવાન શ્રીકૃષ્ણનું ઘર છે તો બીજો રાજપાઠનો મહેલ બંને વચ્ચે માત્ર ૩૦ કિલોમીટરનું અંતર છે ત્યારે સમગ્ર દેશમાં સૌથી લાંબો દરીયાકિનારો ધરાવતા આ જીલ્લાની વર્લ્ડકલાસ લેવલે કાયાપલટ થશે ટૂંકસમય પૂર્વે જ બેટ દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ પાણીમાં ડૂબેલી દ્વારકાને સબમરીનથી બતાવવાનો પ્રોજેકટ હાલ પ્રગતી હેઠળ છે ત્યારે હવે આઇલેન્ડ ટૂરીઝમ વિકસાવવા રાજય સરકાર દ્વારા ઘ્યાન કેન્દ્રીત કરી રહી છે આ યોજનાનો હેતુ ટાપુઓના કુદરતી સોંદર્ય અને દરીયાઇ જીવસૃષ્ટિને જાળવી રાખી ઉચ્ચકક્ષાનું ઇકો-ફ્રેન્ડલી ટૂરીઝમ વિકસાવવાનો છે.


ગુજરાતના મુખ્ય ટાપુઓમાં બેટ દ્વારકામાં ધાર્મિક ટૂરીઝમ હેઠળ યાત્રિકો માટે ઇકો ફ્રેન્ડલી સુવિધાઓ વિસાવવામાં આવી રહી છે. પીરોટન ટાપુ પર મરીન ઇકો ટૂરીઝમ અને હેઠળ મરીન નેશનલ પાર્ક હેઠળના કચ્છના અખાતના ભાગમાં મેન્ગ્રોવ્ઝ, કોરલ રીફસ, દરીયાઇ જીવો, સ્ટારફીસ, કરચલાના નિરીક્ષણ સાથે ઇકો સંવેદનશીલ વિસ્તારના સંરક્ષણની પ્રાથમિકતા રહેશે અમરેલીના શિયાળ બેટમાં કોમ્યુનીટી બેઝડ ટૂરીઝમ અને ભરૂચના અલિયા વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર ટૂરીઝમ હેઠળ વિકસાવવાની નેમ છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ ૨૪ ટાપુઓ પૈકી હાલ ૨ ટાપુઓ પર જ માનવ વસાહત છે જયારે અન્ય ૨૨ પૈકી ૨૧ નિર્જન ટાપુઓ પર મુલાકાતીઓએ જે તે ક્ષેત્રના પ્રાંત અધિકારી પાસે અગાઉથી મંજુરી લેવી પડે છે. દેવભૂમિ દ્વારકા જીલ્લો આંતરરાષ્ટ્રીય જળસીમા અને પાકિસ્તાની જળસીમામાંથી ખૂબ જ નીક આવેલો હોવાથી અતિસંવેદનશીલ ગણાય છે. ત્યારે આ ક્ષેત્રમાં રહેલા ટાપુ વિસ્તારમાં ડેવલોપમેન્ટસ પ્રોજેકટસ લાવવામાં આવ્યે ભવિષ્યમાં આ વિસ્તારોમાં આઇલેન્ડ ટૂરીઝમ ડેવલોપ થઇ શકે તેવા ઉજળા સંજોગો છે. થોડા સમય પૂર્વે સરકાર દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ટાપુઓ પર ટૂરીઝમના વિકાસ માટે રસ દાખવ્યો હતો હાલ મામલો વિચારાધીન છે.

​​​​​​​આવનારા સમયમાં આઇલેન્ડ ટૂરીઝમની દિશામાં પ્રગતી થયે આઇલેન્ડ પર ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવિટી ઉભી કરવા ટાપુઓ સુધી પહોંચવા આધુનિક અને સુરક્ષિત બોટ સેવા, ટાપુઓની નાજુક ઇકોલોજીને નુકશાન ન થાય તે રીતે ટેન્ટ સીટી, લકો-રીસોર્ટસ, હોમ સ્ટે જેવી ઇકો ફ્રેન્ડલી સુવિધાઓ પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે સ્નોકેલીંગ, બોટીંગ અને અન્ય દરીયાઇ રમોતો વિકાસ તેમજ આઇલેનડની ઇકો સીસ્ટમ બચાવવા ટાપુઓ પર કડક  પ્લાસ્ટિક પ્રતિબંધ અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી સમગ્ર આઇલેન્ડ ક્ષેત્રમાં કોસ્ટલ ટૂરીઝમનો વિકાસ થઇ શકે તેમ છે. કોસ્ટલ ટૂરીઝમ અને વિકાસ સાથે સ્થાનિય લોકોને રોજગારી ઉભી થશે તો બીજી તરફ દરયિાઇ સંશાધનોનું પણ જતન થઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application