સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે. રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. કયારેક તેઓ સ્ટટં કરતા જોવા મળે છે તો કયારેક તેઓ મૃત હોવાનો ડોળ કરીને ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરે છે. આવો જ એક વીડિયો ઉત્તર પ્રદેશના કાસગજં જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક યુવકે પોલીસને બેરિકેડ કરીને રીલ કરી હતી. યારે તેનો વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો તો હોબાળો મચી ગયો. પોલીસે રીલ બનાવનાર યુવાનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના મહોલ્લા નાથુરામના સાલીગ્રામના પુત્ર મુકેશ કુમારે અમનપુર તિરાહા ખાતે રોડ પર પોલીસ બેરીકેટ લગાવીને રીલ કરી હતી. મુકેશે હાઈવે પર બેરિકેડ લગાવી, પોતાની જાતને કફનથી ઢાંકી દીધી, નાકમાં રૂ લગાવ્યું અને મરવાનો ડોળ કરવા લાગ્યો. તેના મિત્રોએ તેનો કફન ઓઢીને સૂતેલાનો વીડિયો બનાવવાનું શરૂ કયુ. તે સમયે અમનપુર તિરાહા ખાતે પોલીસ પણ હાજર હતી. મુકેશ લાંબા સમય સુધી કફન ઓઢીને પડો રહ્યો અને પછી ઉભો થઈને જોર જોરથી હસવા લાગ્યો. આ પછી આખો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતની જાણ નહોતી. યારે રીલ બનાવવાનો આ વીડિયો યુપી પોલીસની સોશિયલ નેટવકિગ સાઈટ એકસ પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ હતી. યુપી પોલીસના ધ્યાન પર આવતા જ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પોલીસે તરત જ રીલ બનાવનારની શોધ શ કરી હતી. પોલીસે મુકેશની ધરપકડ કરી અને બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શ કરી. એએસપી રાજેશ કુમાર ભારતીએ જણાવ્યું કે, રસ્તા પર રીલ બનાવી રહેલા યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech