ઉત્તર ગુજરાતમાં બોર્ડર નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતા

  • February 02, 2024 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે મુજબ શુક્રવારે બપોરે 12.07 કલાકે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. જેને લઈ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.



કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાવ વિસ્તારમાં ભૂકંપના આચંકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. વાવ વિસ્તારમાં 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ વાવ તાલુકાના લોદ્રાણી ગામ પાસે હોવાની વિગતો સામે આવી છે. ઇન્ડો-પાક બોર્ડર નજીકનો વિસ્તાર ધણધણવા લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.



સરહદી વિસ્તારમાં ધરતીકંપના આંચકાને લઈ લોકોમાં ચિંતા વ્યાપી હતી. રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ હોવાનું મીડિયા અહેવાલમાં દર્શાવ્યુ છે. જોકે રાહતની વાત એ છે તે, ધરપતી કંપના આંચકા દરમિયાન કોઈને ઇજા પહોંચી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application