એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સ (એડીઆર) એ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભમાં દાવો કર્યેા છે કે ૫૩૮ સંસદીય મતવિસ્તારોમાં પડેલા અને ગણાયેલા મતોની સંખ્યામાં તફાવત છે. એડીઆરના વિશ્લેષણ મુજબ, તાજેતરની લોકસભા ચૂંટણીમાં ૩૬૨ સંસદીય મતવિસ્તારોમાં થયેલા કુલ મતો કરતાં ૫,૫૪,૫૯૮ મત ઓછા ગણવામાં આવ્યા હતા. ત્યાં ૧૭૬ સંસદીય મતવિસ્તાર છે યાં કુલ પડેલા મતો કરતાં ૩૫,૦૯૩ વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. આ મામલે ચૂંટણી પચં તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
એક પત્રકાર પરિષદને સંબોધતા એડીઆરના સ્થાપક જગદીપ ચોકરે જણાવ્યું હતું કે, અંતિમ મતદાન ડેટા જાહેર કરવામાં અસાધારણ વિલંબ, વિવિધ મતવિસ્તારો અને મતદાન મથકો પર મતદાનના ડેટાની ઉપલબ્ધતા અને ચૂંટણી પરિણામોને અંતિમ સ્વપ આપવામાં આવ્યું છે કે કેમ તે અંગે અસ્પષ્ટ્રતા છે જે ચૂંટણી પરિણામોની પ્રામાણિકતા અંગે ચિંતા અને શંકા ઊભી કરે છે જેના આધારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, એડીઆરએ એ જણાવ્યું નથી કે મતોમાં આ તફાવતને કારણે કેટલી બેઠકોના પરિણામોને અસર પડી.
એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે ચૂંટણી પચં અત્યાર સુધી મત ગણતરી પર અંતિમ અને અધિકૃત ડેટા જાહેર કરતા પહેલા ચૂંટણી પરિણામો શા માટે જાહેર કરે છે તે અંગે કોઈ યોગ્ય સમજૂતી આપવામાં નિષ્ફળ ગયું છે. ઈવીએમમાં પડેલા મતો, તેમની ગણતરીમાં વિસંગતતાઓ, ચૂંટણી પૂર્ણ થયાના થોડા દિવસો પછી અંતિમ મતદાનની ટકાવારીમાં વધારો, બૂથ મુજબના મતદાનની સંખ્યા જાહેર ન કરવી, પડેલા મતોના ડેટા જાહેર કરવામાં અયોગ્ય વિલંબ અને તેના કેટલાક અન્ય મુદ્દાઓ ડેટા ડિલીટ કરવા અંગે પણ ચૂંટણી પંચ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એડીઆરના સ્થાપક જગદીપ ચોકરે કહ્યું, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2019માં જોવા મળેલા બહુવિધ ઉલ્લંઘનો, ગેરકાયદેસરતા અને અનિયમિતતાઓને લોકસભા ચૂંટણી 2024માં પુનરાવર્તિત થવાથી રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે મતદારોના મનમાં શંકા જન્મી છે. આ આશંકાઓને ગંભીરતાથી લેવી જોઈએ અને તેના ઉકેલ માટે પ્રયત્નો કરવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech