રીઝર્વ બેંકએ પેમેન્ટસ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે, જે પછી ઈપીએફઓએ પણ આવી બેંક સાથે જોડાયેલા ખાતાઓમાં ઈપીએફ સંબંધી દાવાઓના સેટલમેન્ટ પર પ્રતિબધં લગાવવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણય ૨૩ ફેબ્રુઆરીથી લાગુ થઇ જશે.જે ઈપીએફઓ સબસ્ક્રાઈબર પેટીએમ પેમેન્ટસ બેંક એકાઉન્ટ દ્રારા કલેમ કરે છે તેમને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફડં ઓર્ગેનાઈઝેશનએ તેની ક્ષેત્રીય કચેરીઓને એક પરિપત્ર જારી કર્યેા છે અને આદેશ આપ્યો છે કે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી, જેમનું બેંક ખાતું પેટીએમ પેમેન્ટસ બેંક સાથે જોડાયેલુ હોય તેવા દાવાઓને તેઓ સ્વીકારશે નહીં.
ઈપીએફઓએ તમામ ક્ષેત્રીય કચેરીઓને એક પરિપત્ર જારી કર્યેા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે બેંકિંગ વિભાગે ૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ પેટીએમ પેમેન્ટસ બેંક અને એરટેલ પેમેન્ટસ બેંકના ખાતામાં ઈપીએફ દાવાની ચૂકવણીની પતાવટ કરવા માટે આદેશ જારી કર્યેા હતો. પરંતુ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી પેટીએમ પેમેન્ટ બેંકના ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ અથવા જમા વ્યવહારો પર પ્રતિબધં મૂકયો છે.આ પરિપત્રમાં, ઈપીએફઓએ આવી સ્થિતિમાં તમામ ક્ષેત્રીય કચેરીઓને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી પેટીએમ પેમેન્ટસ બેંકના બેંક ખાતામાં ઈપીએફ દાવાઓનું સમાધાન કરવા પર પ્રતિબધં મૂકયો છે. ઈપીએફઓએ ફિલ્ડ ઓફિસોને પણ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા માટે કહ્યું છે.
રીઝર્વ બેંકની કડકાઈથી મુશ્કેલી વધી
હકીકતમાં, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંક સામે મોટી કાર્યવાહી કરી અને નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબધં મૂકયો. પેટીએમ પર બેંકિંગ રેગ્યુલેશનને લઈને અનિયમિતતા કરવાનો આરોપ છે. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ પછી, કોઈપણ ગ્રાહક પેટીએમ વોલેટમાં પૈસા જમા કરી શકશે નહીં કે ક્રેડિટ ટ્રાન્ઝેકશન કરી શકશે નહીં અને પેટીએમ વોલેટને ટોપ–અપ કરી શકશે નહીં.ગ્રાહકના વોલેટમાં બાકી રહેલી બાકી રકમ યાં સુધી તે ખતમ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે, આગામી એક સાહમાં, આ સમગ્ર મામલાને લઈને ગ્રાહકોમાં રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આરબીઆઈ ખાસ ગાઈડ લાઈન જારી કરશે.
રિઝર્વના નિર્દેશો માત્ર પેટીએમ પેમેન્ટસ બેંક પર જ છે, પેટીએની એપ ઉપર નહીં
પેટીએમ પર આપવામાં આવેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો માત્ર પેટીએમ પેમેન્ટસ બેંક પર છે, પેટીએમ એપ પર નહીં એવી સ્પષ્ટ્રતા આરબીઆઈએ કરી છે. આરબીઆઈએ તેની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની મીટિંગ બાદ પોલિસી રેટ પર યથાસ્થિતિની જાહેરાત કરી હતી. બેન્કિંગ રેગ્યુલેટરે ગયા મહિને પેટીએમ પેમેન્ટસ બેન્કને તેની મોટાભાગની કામગીરીઓ કરવા પર પ્રતિબધં મૂકયો હતો, જેમાં ડિપોઝિટ–ટેકિંગ અને ફડં ટ્રાન્સફરનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસની દેઓલની ફિલ્મ જાટ પહેલા જ દિવસે ઠુસ્સ
April 11, 2025 12:09 PMભગવાન કાર્તિકેયસ્વામીની શોભાયાત્રા નીકળી : શ્રઘ્ધાળુઓએ લાંબા સળીયા મોઢાની આરપાર
April 11, 2025 12:09 PMજામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં કાલે હનુમાન જયંતિની ઉજવણી
April 11, 2025 12:06 PMઆ રાશિના લોકોના જીવનસાથી સફળતા મેળવી શકે, નવા લોકો પર વધારે વિશ્વાસ ન કરો
April 11, 2025 12:04 PMહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech