રાજકોટ શહેર પોલીસ ફરી જુના માર્ગે એટલે કે બધં બારણે લાખો કરોડોના વિવાદો પાર પાડવાના તરફ ચાલી રહી કે દોડવા લાગી છે કે શું ? રાજકોટ શહેર ઇકોનોમીક ઓફેન્સ વિંગ (ઇ.ઓ.ડબલ્યુ)ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.કૈલાની લીવ રિઝર્વમાં તથા સાથી કર્મચારી કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડકવાટર્સમાં બદલી થતાં ભારે ચર્ચા જાગી છે.ે બે કારખાનેદાર વચ્ચેના લાખોના ભાગીદારી વિવાદમાં એક તરફી કામ કરવા જતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો તે નડી ગયો હોવાની આંતરિક વાતો કે ચર્ચાઓ વહેતી થઇ છે.
રાજકોટ શહેરમાં એક તબકકે ક્રાઇમ બ્રાંચની બોલબાલા હતી, ત્યારબાદ હવે નવા પોલીસ કમિશનર આવ્યા બાદ પી.સી.બી. પાવરમાં છે સાથે આર્થિક ગુનાઓ નિવારવા માટેના ખાસ સેલ ઇકોનોમિક ઓફેન્સ વીંગ (ઇ.ઓ.ડબલ્યુ)ને પણ નવા સી.પી. દ્રારા મજબૂત બનાવાયો છે.
ઇ.ઓ.ડબલ્યુ.માં અગાઉ ચાર્જમાં રહેલા પી.આઇ જે.એમ.કૈલાનું થોડા વખત પૂર્વ રેગ્યુલર પોસ્ટીંગ કરી દેવાયું હતું. ઇ.ઓ.ડબલ્યુની સ્ટ્રેન્થ (સ્ટાફ) પણ વધારી દેવાયો છે. આ બધા ફેરફારો સાથે આર્થિક બાબતોને લઇને કોઇ મામલાઓ હોય તો હવે ઇ.ઓ.ડબલ્યુમાં પહોંચતા હોવાની વાત છે. શનિવારના સમી સાંજ બાદ અચાનક ઇ.ઓ.ડબલ્યુ પી.આઇ. કૈલાને લીવ રિર્ઝવમાં તેમજ તેમના સાથી કર્મી કોન્સ્ટેબલ જગદિશ વાંકની પોલીસ હેડ કવાર્ટરમાં ઇન્ચાર્જ સી.પી. મહેન્દ્ર બગડિયા દ્રારા બદલી કરી નખાઇ છે.
બદલી કયા કારણોસર થઇ તે સત્તાવાર રીતે સ્પષ્ટ્રતા કે જાહેર કરાયું નથી. છતાં અંદરો અંદર વહેતી થયેલી વાતોમાં ઇ.ઓ.ડબલ્યુ દ્રારા દિવાળી પૂર્વે બે કારખાનેદાર વચ્ચેની ભાગીદારીના નાણાનો લાખોનો વિવાદ હતો જેમાં એક તરફ ઇ.ઓ.ડબલ્યુએ ઝુકાવ્યું હતું. પરપ્રાંતિય ભાગીદાર કારખાનેદારને ક્રાઇમબ્રાંચ પોલીસ મથકમાં ઉઠાવી લવાયો હતો. કારખાનેદારની શોરૂમમાં પડેલ લાખોની કિંમતની બ્લ્યુ કલરની ઓડી કાર પણ ઇકોનોમીક ઓફેન્સ વીંગ દ્રારા શોરૂમમાંથી જ હસ્તગત કરી લેવાઇ હતી. જે કાર કહેવાય છે કે નાણા માગનારને આપી દેવાઇ હતી. સમગ્ર મામલે કારધારક દ્રારા હાઇકોર્ટના દ્રાર ખખડાવાયા હતાં. રાજકોટ પોલીસ ઇ.ઓ.ડબલ્યુ ટીમ સામે હાઇકોર્ટમાં વકીલ મારફતે ફરિયાદ કરાઇ હતી. જે સંદર્ભે હાઇકોર્ટ ફરિયાદના આધારે રાજકોટ સિટી પોલીસ ઇ.ઓ.ડબલ્યુના જવાબદારોને હાજર થવા અને ડીસીપી ક્રાઇમને તા.૨૬ના રોજ (આવતીકાલે મંગળવારે) સોગંદનામુ રજુ કરવા હત્પકમો કર્યેા હતોનું જાણવા મળે છે. જે પહેલા જ બંનેને બદલી થયાની વાતની ચર્ચા ચાલી છે.
એવી પણ વાત ચર્ચાઇ રહી છે હાલ તો હાઇકોર્ટમાં આવતીકાલે પોલીસને હાજર થવાનું છે એ પૂર્વે જ ફરિયાદી સાથે સમાધાન થઇ ગયું છે. કદાચ કાલે ફરિયાદી ફરિયાદ પાછી ખેંચી લે અથવા સમાધાન થયાના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી દેવાયા છે. ફરિયાદ પાછી ખેંચાય જાય તો ફરી બધુ સમુસુતરું ઉતરી જાય તો પીઆઇ કૈલાને લીવ રિર્ઝવમાંથી પાછા ઇ.ઓ.ડબલ્યુમાં પરત ફરવાની સંભાવના છે.
જોકે, હાલ તો ઇ.ઓ.ડબલ્યુનો ચાર્જ એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાને સોંપવામાં આવ્યો છે. એસઓજી અને ઇ.ઓ.ડબલ્યુ એક બીજાના પુરક હોય કે કો ઇન્સીડન્ટ ? અગાઉ એસઓજી પીઆઇ કૈલા પાસે ઇ.ઓ.ડબલ્યુનો ચાર્જ હતો, ત્યારબાદ રેગ્યુર પોસ્ટીંગ ઇ.ઓ.ડબલ્યુમાં થયું. હવે ઇ.ઓ.ડબલ્યુનો ચાર્જ એસઓજી પીઆઇ જાડેજાને મળ્યો છે
હાઇકોર્ટ કોઇ આકરાં પગલાં લે એ પૂર્વે જ પાણી પહેલા પાળરૂપી બદલી?
હાઇકોર્ટના તીખા તેવર જોતા આવતીકાલે કોર્ટ દ્રારા કોઇ તીખી પ્રતિક્રિયા કે સસ્પેન્શન જેવા આકરાં પગલા ભરે ઉપર અધિકારી સામે પણ હાઇકોર્ટની ગાજ વરસે એ પહેલા પાણી પહેલા પાળ બાંધવાની માફક સ્થાનિક લેવલે જ પીઆઇને લીવ રિર્ઝવમાં અને જેના નામે આક્ષેપ ફરિયાદમાં થયા છે તે કોન્સ્ટેબલને હેડકવાર્ટરમાં મુકીને આવતીકાલે હાઇકોર્ટ સમક્ષ એવી રજુ કરી શકાય કે જેની સામે ફરિયાદ, આક્ષેપ થયા છે તેની તાત્કાલીક અસરથી બદલી કરીને સાઇડ લાઇન કરી દેવાયા છે. ઉપરીઓ કે ઉચ્ચ અધિકારીઓની કોઇ સંડાવણી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech