પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નિવાસ સ્થાને ઈડીના દરોડા

  • October 26, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના કોલકાતાના સોલ્ટ લેક સ્થિત નિવાસ સ્થાને ઇડી એ દરોડા પાડ્યા છે. ઇડીના અધિકારીઓ આજે સવારે બંગાળના વન મંત્રીના ઘરે પહોંચ્યા હતા. આ દરોડા કથિત રાશન કૌભાંડ સાથે સંબંધિત છે જેની ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યોતિપ્રિયા મલિક વન મંત્રી બનતા પહેલા ખાદ્ય મંત્રીનો હવાલો સંભાળતા હતા.


અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કથિત કૌભાંડમાં રાઇસ મિલ માલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી. 2004માં રાઇસ મિલના માલિક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર રહેમાને આગામી બે વર્ષમાં વધુ ત્રણ કંપ્નીઓની સ્થાપ્ના કરી. ઇડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, રહેમાને કથિત રીતે શેલ કંપ્નીઓની બ્રાંચ ખોલી હતી અને પૈસા ઉપાડી લીધા હતા.



ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રહેમાને ખાદ્ય વિભાગમાં તેના મૂળિયા સ્થાપિત કયર્િ હતા અને રાશન વિભાગમાં તેના રેકેટ દ્વારા જાહેર જનતાને ફાળવવામાં આવેલા અનાજને ગેરકાયદેસર રીતે વેચીને નાણાંની ઉચાપત કરી હતી. ઇડીના અધિકારીઓએ કહ્યું છે કે રહેમાન કોલકાતા અને બેંગલુરુમાં હોટલ અને બાર ધરાવે છે અને તેણે વિદેશી કાર ખરીદી છે.



થોડા દિવસ પહેલા જ ઇડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બકીબુર રહેમાન કથિત રીતે કૌભાંડમાં સંડોવાયેલા હતા તે સમયે જ્યોતિપ્રિયા મલિક ખાદ્ય મંત્રી હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application