ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને સસ્તા ઇંધણ તરીકે ઇથેનોલનું મહત્વ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સત્તાવાર રીતે E85 ફ્યુઅલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઇંધણના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ નવા ઇંધણમાં 80% થી 85% સુધી ઇથેનોલ અને 14% થી 19% પેટ્રોલનું મિશ્રણ કરવામાં આવશે. આ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરદીપ સિંહ પુરી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો માટે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણો દેશ હવે એક એવા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે જ્યાં ખેડૂતો માત્ર અન્નદાતા નહીં પરંતુ ઊર્જાદાતા પણ કહેવાશે.આ રીતે તૈયાર થાય છે હરિત ઇંધણ ઇથેનોલઇથેનોલનું ઉત્પાદન સીધી રીતે ખેતી અને ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે જોડાવાથી ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે
મુખ્ય પાક અને કચરો:- ઇથેનોલ બનાવવા માટે શેરડીનો રસ, મોલાસીસ, મકાઈ, બગડેલું અનાજ અને તૂટેલા ચોખા જેવા કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ થાય છે.
કૃષિ કચરામાંથી કમાણી:- સરકાર એવી આધુનિક ટેકનોલોજી પર કામ કરી રહી છે જેનાથી ખેતરોમાં વધેલી પરાલી અને અન્ય જૈવિક કચરામાંથી પણ મોટા પાયે ઇથેનોલ બનાવી શકાય.
આવકનો નવો વિકલ્પ:- બજારમાં જ્યારે અનાજ કે ખાંડના ભાવો ઘટે છે, ત્યારે ખેડૂતો પોતાની ઉપજ સીધી ઇથેનોલ મિલોને વેચીને એક નિશ્ચિત અને સ્થિર આવક મેળવી શકે છે. પરાલી બાળવાની મજબૂરી ખતમ થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે.ક્રૂડ ઓઇલની આયાત ઘટશે અને પ્રદૂષણથી મળશે મુક્તિભારત હાલમાં પોતાની જરૂરિયાતનું લગભગ 90% જેટલું કાચું તેલ વિદેશોમાંથી આયાત કરે છે. આ આયાત માટે દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બહાર મોકલવું પડે છે. જ્યારે ભારતના ખેડૂતો દેશમાં જ ઇથેનોલ માટે જરૂરી કાચો માલ પેદા કરશે, ત્યારે પેટ્રોલ પરની
નિર્ભરતા ઘટશે અને દેશ આર્થિક રીતે વધુ મજબૂત બનશે.
આ નવું ઇંધણ સામાન્ય પેટ્રોલ કરતાં અંદાજે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું રાખવામાં આવ્યું છે. આ ઇંધણ એક ગ્રીન ફ્યુઅલ હોવાથી વાહનોમાંથી નીકળતા હાનિકારક ધુમાડા અને પ્રદૂષણમાં ભારે ઘટાડો કરશે. જોકે, આ ઇંધણ સામાન્ય ગાડીઓમાં વાપરી શકાશે નહીં. આનો ઉપયોગ કરવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની જરૂર પડશે, જે 20% થી લઈને 100% સુધીના ઇથેનોલ બ્લેન્ડેડ ઇંધણ પર ચાલી શકે છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030-31 સુધીમાં દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગના એકંદર સ્તરને 26% સુધી લઈ જવાનો છે.