અયોધ્યા ટૂંક સમયમાં સોલાર એનર્જી દ્રારા આંતરિક જળ પરિવહન તરફ એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યું છે. ૨૨ જાન્યુઆરી પહેલા નદીમાં બોટ દ્રારા મુસાફરી કરવા માટે સૂર્યની શકિતનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી સમગ્ર દેશમાં આંતરદેશીય જળમાર્ગ સેવાઓની પ્રોફાઇલ બદલાશે.
અયોધ્યાને મોડલ સોલાર સિટીમાં પાંતરિત કરવાનું વિઝન સાકાર થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશમાં સૌપ્રથમવાર સરયુમાં સૌર ઉર્જા સક્ષમ ઈ–બોટ લોન્ચ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી એજન્સીએ અયોધ્યાની સરયુ નદીમાં આ બોટ સેવાના નિયમિત સંચાલન માટે પરેખા તૈયાર કરી છે. આ બોટને સરયૂ ઘાટના કિનારે એસેમ્બલ કરવામાં આવી છે અને તેના સ્પેરપાટર્સ અને અન્ય એસેસરીઝ દેશના વિવિધ ખૂણેથી મંગાવવામાં આવી છે. હાલમાં, એક બોટ પૂર્ણ થઈ ગઈ છે અને તેના પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર પ્રાણ–પ્રતિા કાર્યક્રમ પહેલા તેનું ઉધ્ઘાટન કરવામાં આવશે અને આગામી દિવસોમાં આવી અન્ય બોટના નિયમિત સંચાલન પણ કરાશે.
આ સૌર ઉર્જાથી ચાલતી બોટ સ્વચ્છ ઉર્જા દ્રારા ઓપરેટ કરવાના કોન્સેપ્ટ પર કામ કરે છે. તે ડુઅલ મોડ ઓપરેટિંગ બોટ છે જે ૧૦૦% સોલાર ઇલેકિટ્રક પાવર બેઝ પર કામ કરે છે.
એક સાથે ૩૦ મુસાફરો કરી શકશે વિવિધ ઐતિહાસિક મંદિરો અને ધરોહરોની મુલાકાત
વધુમાં, બોટના સંચાલન દરમિયાન કોઈ અવાજ અથવા પર્યાવરણીય પ્રદૂષણ થતુ નથી. આ બોટમાં એક સમયે ૩૦ લોકો મુસાફરી કરી શકશે અને તે સરયૂ નદીના નવા ઘાટથી ચાલશે. આ બોટ પ્રવાસની મુસાફરીનો સમયગાળો લગભગ એક કલાકથી ૪૫ મિનિટનો રહેશે જેમાં મુસાફરો સરયુ નદીના કિનારે સ્થિત વિવિધ ઐતિહાસિક મંદિરો અને ધરોહરોની મુલાકાત લઈ શકશે. જો કે, બોટની સંચાલન ક્ષમતા આના કરતા ઘણી વધારે છે સંપૂર્ણ ચાર્જ પર ૫ થી ૬ કલાક સુધી તેને સંચાલિત કરી શકે છે. આ બોટ ૩.૩ કિલોવોટની ફટોપ એસેમ્બલ સોલાર પેનલથી સ છે. આ બોટ પુણેની સન્ની બોટસ પ્રાઈવેટ લિમિટેડ દ્રારા એસેમ્બલ કરવામાં આવી છે યારે ચેન્નાઈની રા સોર્સ પ્રાઈવેટ લિમિટેડ તેમાં સોલાર અને પ્રોપલ્શન પાર્ટનરની ભૂમિકા ભજવી રહી છે. પ્રોજેકટ મેનેજર પ્રવીણ નાથ પાંડેએ જણાવ્યું કે આ બોટ ૧૨ કિલોવોટ ઇલેકિટ્રક આઉટબોર્ડ ટીન મોટર પર આધારિત છે. બોટમાં ૪૬ કિલોવોટ પ્રતિ કલાકની ક્ષમતાની ઇલેકિટ્રક બેટરી લગાવવામાં આવી છે. બોટની છત પર કુલ ૬ સોલાર પેનલ લગાવવામાં આવી છે જે ૫૫૦ વોટ પાવર ઉત્પન્ન કરે છે. આ બોટ હળવા વજનની સામગ્રી અને સ્વચ્છ ઉર્જા આધારિત હોવાથી નદીમાં ચાલતી વખતે વધુ ઝડપે ચલાવવામાં સક્ષમ છે અને ક્રુઝિંગની દ્રષ્ટ્રિએ તેની ઝડપ ૬ નોટની હશે યારે તે ૯ નોટની ટોપ સ્પીડ પણ હાંસલ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech