રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગી ફાયર એનઓસી બાબતે શાળા, કોલેજો, મોલ, સિનેમા, પ્લેહાઉસ, ગેમઝોન, હોટેલ, ગેસ્ટહાઉસ વગેરેમાં તપાસ હા ધરી છે. જેમાં જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં બનેલ ટીમ જેતપુર સાડી ઉદ્યોગના કારખાનાઓમાં પણ તપાસ કરવાની હોય ત્યારે ડાઇંગ એસોસિએશન તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લઈ લેવા સર્ક્યુલર કરવામાં આવ્યો છે.
જેતપુર શહેરમાં ભારતનો સૌી મોટો સાડી ઉદ્યોગ આવેલ છે અને અહીં ૨૫૦૦ જેટલાં સાડીઓના નાના મોટા કારખાનાઓ આવેલ હોવાનું જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા જણાવેલ, અને કારખાનાંઓમાં ગરમ ઓઇલવાળા બોઇલર, ચીમનીઓ, કેમીકલ તેમજ જુદીજુદી મશીનરીઓ પણ આવેલ હોય છે. પરંતુ સાડી ઉદ્યોગના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કારખાનાઓમાં આગ લાગવાના તો ઘણા બનાવો બન્યા છે પરંતુ કારખાનાંઓની અંદર વિશાળ અને ખુલ્લ ી જગ્યાઓ હોય છે તેમજ કારખાનામાં અવર જવરના અનેક રસ્તાઓ હોય છે જેી કરીને આગ લાગવાી નુકશાની તો ઘણીવાર નોંધાઈ છે પરંતુ જાનહાની ક્યારેય ની ઈ તેમ છતાં ફાયર બાબતે સજાગતાના પગલે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા એક સર્ક્યુલર કરી દરેક કારખાનાઓને જાણ કરવામાં આવી કે, (૧) બોઇલર - ચીમની ધરાવતા પ્રિન્ટિંગ એકમો અને પ્રોસેસ હાઉસ એકમો ફેકટરી એક્ટનું લાયસન્સ ન મેળવેલ હોય તો તેવા એકમોએ તાત્કાલિક અરજી કરવી. (૨) ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન ધરાવતા તમામ પ્રિન્ટિંગ એકમોએ પણ ફેક્ટરી એક્ટનું લાયસન્સ મેળવેલ ન હોય તો અરજી કરવી. (૩) તમામ પ્રિન્ટિંગ એકમોએ અને પ્રોસેસ હાઉસ એકમોએ પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર એક્ટીગ્યુસર-ફાયર ફાઈટરની બોટલો રાખવી. (૪) કોઈપણ પ્રિન્ટિંગ અને પ્રોસેસ હાઉસ એકમમાં બાળ મજુરોને કામ ઉપર રાખવા નહીં. અને આ સુચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે મામલતદારની આગેવાનીમાં બનેલ ફાયર સેફટીની ટીમ પગલાં ભરશે તેવી સૂચના પણ આપી હોવાનું જણાવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech