દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂકમણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય,ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવિષ્ટ છે. અહીં આવેલ મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોય, હજારો યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતાં હોય છે.
જોકે, કમનસીબે દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલ શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. દિવસને દિવસે મંદિરની હાલત ખરાબ થતી જાય છે. વર્ષો પહેલા કરાયેલ શિલ્પ કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ત્યારે વર્ષો જુના મંદિરોમાં કરાયેલા શિલ્પ કળાની જણાવણી થાય તે માટે સરકારે તુરંત કામગીરી શરૂ કરાવી જોઈએ.
રૂકમણીજીના આ અમૂલ્ય વારશાના મંદિરની શિલ્પ કલા જાળવી રાખવા રૂકમણીજીના ભક્તો, કૃષ્ણ ભક્તો દ્વારા સરકારને અનુરોધ કરાયો છે. અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તુરન્તમાં પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
March 31, 2025 11:40 AMઆવતી કાલથી નવું નાણાકીય વર્ષ થશે શરૂ: બદલાતા નિયમોની અસર તમારા ખિસ્સા પર
March 31, 2025 11:37 AMરાજકોટ ભાજપમાં જયેશ પટેલની ગેરશિસ્તના કારણે ગોટે ચડેલી નિમણુંક અંતે જાહેર કરાઇ
March 31, 2025 11:34 AMઅમદાવાદમાં ભીષણ આગમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 22 સહિત 35 વાહન સળગીને ભસ્મીભૂત, જુઓ તસવીરો
March 31, 2025 11:33 AMનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 31, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech