અવરજવર માટે 10-15 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે: કામચલાઉ ડાયવર્ઝન બનાવી આપવા તંત્રને રોષભેર રજૂઆત
ખંભાળિયાના પાદરમાં પોરબંદર માર્ગ પર આવેલો રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) છેલ્લા જર્જરિત બની ગયો હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો- રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ કરાતા અને વૈકલ્પિક રસ્તો ન હોવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ આ વિસ્તારના રહીશોને વ્યાપક હાલાકી થતી હોવા અંગે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં ખામનાથ મંદિર પાસે આવેલો અને આશરે 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) ખૂબ જ જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલને જોખમી ગણાવી અને અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આશરે છ એક માસ કરતા વધુ સમયથી આ પુલ લોકો માટે બંધ કરાવી દઈ, આ વિસ્તારમાં અવાર-જવર માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં આવવા તથા જવા માટે કણજાર ચોકડી પાસેથી ભાણવડ પાટિયા થઈને રામનાથ મંદિર પાસેથી અવાર-જવર કરવી પડે છે. આ ફેરો વાહન ચાલકોને 10 થી 15 કિલોમીટરનો થઈ જતો હોવાથી લોકોને વ્યાપક મુશ્કેલી વેઠવી પડે છે. આટલું જ નહીં, અહીં રહેતા લોકોને પોતાના સંતાનોને સ્કૂલે તેમજ ટ્યુશને તેડવા- મુકવા જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહદંશે બાળકોને તેના માતાઓ જ તેડવા-મુકવા જતા હોય, નાના વાહનોમાં અકસ્માતનો પણ ભય સતાવે છે. આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે ખામનાથ બ્રિજ વિસ્તારમાં આવેલા દુકાનદારોના ધંધા ભાંગી ગયા હોય, તેઓને પણ વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારમાં અવાર-જવર માટે રેલવે ફાટક તેમજ મોટા વાહનોની અવરજવર હોય, વિકટ પરિસ્થિતિમાં લોકોને રાહત થાય તે માટે કેનેડી બ્રિજ પાસે સિમેન્ટ કોંક્રેટનું કામ ચલાઉ ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તે માટે આ વિસ્તારના રહીશો, દુકાનદારો દ્વારા સંયુક્ત સહીઓ સાથે જિલ્લા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ મહત્વના પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech