તરઘડી ગામે રહેતા ડ્રાયફ્રત્પટના ધંધાર્થી યુવાનને .૨૦,૪૦૦ ની ઉઘરાણ માટે પરાબજારમાં દુકાન ધરવતા વેપારી સહિતનાએ અપહરણ કરી દુકાનમાં ગોંધી રાખી તેને બેફામ મારમાર્યેા હતો.યુવાન પાસે ધરાર કોરા ચેક પર સહિ પણ કરાવી લીધી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
પડધરીના તરઘડી ગામે રંગપરના પાટિયા પાસે રહેતા મૂળ જોડિયાના માધાપર ગામના વતની ડ્રાયફ્રત્પટના ધંધાર્થી યુવાન નવઘણ ભુપતભાઈ સોલંકી (ઉ.વ ૩૧) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શબીર,આસીફ,ટાઇગર,મામદ, કરણ તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઓનલાઈન વોટસએપ ગ્રુપથી ડ્રાયફ્રત્પટ તથા કિચનવેરની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણેક મહિના પૂર્વે તે પરાબજારમાં કેનીસ નામની શબીરભાઈની ડ્રાયફ્રત્પટની દુકાને ગયો હતો અને ત્યાંથી કાજુનો ડબ્બો લીધો હતો બાદમાં તેણે આ શિબિરભાઈને ફોન કરી કાજુની ત્રણ પેટીઓ મંગાવી હતી. આ માલ યુવાને મળી ગયા બાદ શબ્બીરે તેને કહ્યું હતું કે, પૈસા મોકલ જેથી યુવાને કહ્યું હતું સાંજે અથવા સોમવારે મોકલાવીશ આ સાંભળી સબીર તેને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં યુવાને કાજુની એક પેટી અને ૧૨,૦૦૦ પિયા સબીરને મોકલાવ્યા હતા. શબીરને હજુ પિયા ૨૦,૪૦૦ દેવાના બાકી હોય તેથી તેણે ફોન કરી પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી હતી.
દરમિયાન તારીખ ૩૧૧૨ ના આર.પી. આંગડિયા રૈયા ચોકડી પાસે આવેલી છે ત્યાંથી યુવાનને ફોન આવ્યો હતો કે, તમાં આંગડીયુ આવ્યું છે જેથી યુવાન અહીં આર.પી. આંગડિયાની ઓફિસ જતા અહીં ઓફિસમાં શબ્બીર, આસિફ તથા એક અજાણ્યો શખ્સ બેઠા હોય તેણે યુવાનને ગાળો ભાંડી અહીં માર મારવા લાગ્યા હતા. જેથી આંગડિયા પેઢીવાળાઓએ કહ્યું હતું કે, બહાર જઇ ઝઘડો કરો બાદમાં આ શખસો યુવાનને પરાણે બાઈકમાં બેસાડી તેનું અપહરણ કરી પરબજારમાં આવેલી તેમની કેનિસ ડ્રાયફ્રત્પટ નામની દુકાને લઈ ગયા હતા યાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યેા હતો અને આશિફે પાવડાનો હાથો મારતા યુવાનના જમણા હાથનું હાડકું ભાંગી ગયું હતું. આશિફની દુકાનમાં નોકરી કરતા બે દેવીપુજક શખસો જેમાં કરણ તથા અન્ય એકે મળી યુવાને ઢીકાપાટુનો માર માર્યેા હતો.
બાદમાં યુવાનને અહીં આસીફની અન્ય દુકાન જે ધર્મેન્દ્ર રોડ પર ફાઇસટાર નામની દુકાન આવેલી હોય ત્યાં લઈ ગયા હતા યાં બંને ફોન કરીને અન્ય બે માણસોને બોલાવ્યા હતા જેમાં ટાઈગર તથા મામાદ જ હોય આ ચારેય શખસોએ મળી યુવાનના કપડાં કઢાવી દુકાનના ઉપરના મારે ગોડાઉનમાં રાખી તેને બેફામ માર માર્યેા હતો અને યુવાનના વાહનની ડેકીમાં રહેલા ચેક લાવી ત્રણ કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. યુવાનને અહીં રાત્રિના દસ વાગ્યા સુધી ગોંધી રાખ્યો હતો. બાદમાં તેના વાહનની ચાવી આપી તેને કહ્યું હતું કે, આ વાત કોઈને કીધી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવાન ઘરે જતો રહ્યો હતો. પરંતુ તેને દુખાવો થતો હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપીઓ સામે મારામારી, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી.આર રત્નુ ચલાવી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી શબીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech