આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ગુજરાતના દરિયામાં આવી રહેલી પાકિસ્તાનની એક બોટમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની માહિતી કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ.ને મળતા રાત્રિના સમયે દરિયામાં વોચ ગોઠવવામાં આવતા શંકાસ્પદ બોટ ડિટેકટ થઇ હતી. સુરક્ષા એજન્સીઓ એ બોટ સુધી પહોંચે એ દરમ્યાન જ ડ્રગ્સનો ૩૧૧ પેકેટ જથ્થો કે જેની કિંમત ૧૮૦૦ કરોડ થવા જાય છે તે સમુદ્રમાં ફેંકીને પેડલરો તેમની બોટ સાથે અંધારામાં ઓગળી જતા ભારે ચર્ચાઓ જાગી છે.
તા. ૧૨-૧૩ એપ્રિલના રાત્રે ઓપરેશન
૧૨-૧૩ એપ્રિલ ૨૫ ના રોજ રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું. આશરે ા. ૧૮૦૦ કરોડની કિંમતનો ૩૧૧ પેકેટ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યો છે.
બોટને અટકાવવામાં મળી સફળતા
આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ હતું જેમાં ગુજરાત એટીએસ તરફથી પુષ્ટિ કરાયેલ ઇનપુટના આધારે, ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (પશ્ર્ચિમ) ના એક ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખા ની નજીક ટ્રાન્સશિપમેન્ટના પ્રયાસને તે હાથ ધરાય તે પહેલાં જ ડાયવર્ટ કર્યો અને અટકાવ્યો, જેના કારણે સફળ કામગીરી થઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech