BREAKING NEWS

દુષ્કાળ ટળ્યો: દ.ગુજરાત–સોરઠ પર ઓળઘોળ મેઘરાજા

  • July 02, 2026 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસું પૂરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. રાયમાં છેલ્લા ૨૪ કલાકમાં (તારીખ ૧ જુલાઈ સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૨ જુલાઈ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી) અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ મના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાત અને સોરઠ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેમ આઠ ઈંચ સુધી વરસાદ ખાબકયો છે.
ચોમાસાની અડધી સિઝન પૂરી થવા આવી ત્યારે આખરે મેઘરાજા સૌરાષ્ટ્ર્ર પર મહેરબાન બન્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે ગુવારે સવારે પણ મેઘસવારી યથાવત રહેતા ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને અમરેલી જિલ્લાના ૧૫ તાલુકામાં ઝાપટાથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે માળીયાહાટીનામાં કુલ વરસાદનો આકં સાડા નવ ઈંચે અને કેશોદમાં સાત ઈંચે પહોંચી ગયો છે.
આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના કુલ ૧૦૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર્રના ૪૧ તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આજે સવારે પણ રાયના ૩૪ તાલુકામાં વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર્રના ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
માળીયાહાટીનામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાત ઈંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારે વધુ અઢી ઈંચ વરસાદ પડતાં કુલ વરસાદ સાડા નવ ઈંચ થયો હતો. કેશોદમાં ગઈકાલના સાડા પાંચ ઈંચ ઉપરાંત આજે દોઢ ઈંચ વધુ વરસાદ નોંધાતા કુલ સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં અઢી ઈંચ, દુષ્કાળ ટળ્ય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application