લાલ સાગરમાં અમેરિકન યુધ્ધ જહાજ કોમર્શિયલ જહાજો પર ડ્રોન હુમલો

  • December 04, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો તેમ પેન્ટાગોન દ્વારા જણાવ્યું હતું. યમનના હુથી બળવાખોરોએ તેના પછી તે જહાજો પર હુમલો કયર્નિો દાવો કરતાં તેને ઈઝરાયલ સાથે જોડ્યું હતું. જોકે અમેરિકી નેવીના જહાજ પર હુમલાની જવાબદારી હુથી બળવાખોરોએ સ્વીકારી નહોતી. પેન્ટાગોને કહ્યું હતું કે અમને લાલ સાગરમાં અમેરિકી યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલાની જાણકારી મળી છે. ડ્રોન વડે આ હુમલો કરાયો હતો. જે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો અને લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હતા.યમનમાં ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ લાલ સાગરમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને સતત નિશાન બનાવવાની શરૂઆત કરી છે. ઈઝરાયલને નિશાન બનાવીને જ આ હુમલા કરાતા હોવાનો પણ દાવો કરાયો છે. જોકે હુથી તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application