ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં ગેરકાયદે અને પિયાની લેવડ દેવડ પી મિલકતોના સોદાઓ થતા હોય તેની સાક્ષી પુરતો મદદનીશ કલેકટના કરાર આધારિત ડ્રાઈવરનો વીડિયો અને ઓડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને એસડીએમના ડ્રાઈવરે લાખો પિયાની માગણી કરતા વીડિયોને લઈ ભષ્ટ્ર્રાચાર સામે આવ્યો હતો. જે મામલે મદદનીશ કલેકટરે ડ્રાઈવર મોમીન વિદ્ધ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.જેના પગલે પોલીસે હંગામી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
થોડા દિવસ પુર્વે સોશિયલ મીડિયામાં ભાવનગરના મદદનિશ કલેકટર પ્રતિભા દહિયાના હંગામી ડ્રાઈવર મોમીનનો એક વીડિયો અને ઓડિયો વાયરલ થયો હતો. જેને લઈ અશાંતધારાની મિલકતોમાં લાંચ લઈ ભષ્ટ્રાચાર થતો હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈ ભાવનગર શહેરમાં અશાંતધારો વચ્ચે મિલકત સોદામાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપને લઈને સામે આવેલા કિસ્સામાં હવે સત્તાવાર રીતે ગુનો નોંધાયો હતો. ભાવનગરના મદદનિશ કલેકટર પ્રતિભા દહિયાએ નિલમબાગ પોલીસ મથકમાં કોન્ટ્રાકટ બેઈઝ ડ્રાઈવર મોમીન એમ. પઠાણ સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, કલેકટર કચેરી ખાતે માતિ મેન પાવર એજન્સી મારફતે આઉટસોસિગ હેઠળ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીન પઠાણે પોતાના હોદાનો ગેરફાયદો ઉઠાવી ગત તા. ૧૭ માર્ચના રોજ સાંજના સમયે મોમીન પઠાણનો ઓડિયો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર કચેરીમાં ચકચાર મચી હતી. વાયરલ થયેલા આ ઓડિયો–વીડિયોમાં મોમીને કલેકટર કચેરી તથા અધિકારીઓના નામ અને હોદાનો ખોટો ઉપયોગ કરીને નાણાકીય લેવડ–દેવડ કરતા હોવાના ઓડિયો–વીડિયો સામે આવ્યા હતા. એટલું જ નહીં, કચેરીના દસ્તાવેજોના અનધિકૃત રીતે ફોટોગ્રાફ લઈ અને તે આધાર પર વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો.
ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મોમીન પઠાણને કોઈપણ સરકારી દસ્તાવેજ અથવા તેની માહિતી જાહેર કરવાનો અધિકાર ન હોવા છતાં તેણે ઈલેકટ્રોનિક માધ્યમ દ્રારા દસ્તાવેજો લીક કર્યા હતા અને કચેરીના નામે નાણાં (લાંચ)ની માંગણી કરતો જોવા મળ્યો હતો. કોઈ સરકારી દસ્તાવેજ કે તેનો કોઈ ભાગ કે માહિતી સીધી કે આડકતરી રીતે તે જાણ કરવાનો અધિકાર ન હોવા છતા કૃત્ય કર્યુ હતું.
ઘટનાને ગંભીર ગેરરીતિ ગણાવી મદદનીશ કલેકટર દહિયાએ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પ્રતિભા દહીંયાની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે મોમીન એમ.પઠાણિવદ્ધ બીએનએસ કલમ ૩૧૮(૨), ૨૧૨, ૨૦૪, ૨૨૮ અને ૩૫૬ મુજબ ગુનો દાખલ કરી ડ્રાઈવર મોમીન મહમદભાઈ પઠાણ (રે. આરોગ્ય સોસાયટી, સરદારનગર, ભાવનગર) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application