ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે. તેઓ 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે. ગઈકાલે (7 જાન્યુઆરી)ના રોજ એક સૂચના જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.
ISROના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. વી. નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે. લગભગ 4 દાયકાની તેમની કારકિર્દીમાં, તેમણે ISROમાં ઘણા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ડૉ. નારાયણનની નિપુણતા રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં છે.
GSLV Mk III વાહનના C25 ક્રાયોજેનિક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કરવું એ ડૉ. નારાયણનની મોટી સિદ્ધિ છે. તેમના નેતૃત્વ હેઠળ ટીમે સફળતાપૂર્વક C25 તબક્કાનો વિકાસ કર્યો, જે GSLV Mk III નું મહત્ત્વપૂર્ણ ઘટક છે.
ઘણા મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
ડૉ. નારાયણનના માર્ગદર્શન હેઠળ, LPSC એ ISROના વિવિધ મિશન માટે 183 લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ અને કંટ્રોલ પાવર પ્લાન્ટ્સ આપ્યા. તેમણે પીએસએલવીના બીજા અને ચોથા તબક્કાના નિર્માણની દેખરેખ રાખી હતી અને પીએસએલવી સી57 માટે કંટ્રોલ પાવર પ્લાન્ટની ડિઝાઇન પણ કરી હતી. તેમણે આદિત્ય અવકાશયાન, GSLV Mk-III મિશન, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમ્સમાં પણ યોગદાન આપ્યું હતું.
અનેક પુરસ્કારોથી સન્માનિત
ઈસરોના વૈજ્ઞાનિક ડૉ.નારાયણનને ઘણા પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. જેમાં IIT ખડગપુર તરફથી સિલ્વર મેડલ, એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) તરફથી ગોલ્ડ મેડલ અને NDRF તરફથી નેશનલ ડિઝાઈન એવોર્ડનો સમાવેશ થાય છે.
સોમનાથે 2022માં કમાન સંભાળી
જાન્યુઆરી 2022માં એસ. સોમનાથે ઇસરો ચીફની કમાન સંભાળી લીધી હતી. તેમનો બે વર્ષનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. ISRO ચીફ બનતા પહેલા સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ના ડિરેક્ટર અને ISRO ના મુખ્ય વૈજ્ઞાનિક હતા. જેઓ તિરુવનંતપુરમ સ્થિત VSSC ના ડિરેક્ટર હતા. એસ. સોમનાથ દેશના શ્રેષ્ઠ રોકેટ ટેક્નોલોજિસ્ટ અને એરોસ્પેસ એન્જિનિયર છે. VSSC પહેલા એસ. સોમનાથ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC) ના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech