મગજ, જ્ઞાનતંતુ, પાર્કિન્સન અને મુવમેન્ટ ડીસઓર્ડર રોગો માટેના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.સારીકા પાટીલ દર મહિનાના બીજા બુધવારે જામનગરમાં
ડો. સારીકા પાટીલ : બુધવારે ક્રિટીકલ કેર હોસ્પિટલ ખાતે રહેશે ઉપસ્થિતઃ દર્દીઓને લાભ લેવા અનુરોધ
ડો. સારીકા પાટીલ સૌરાષ્ટ્ર-કચ્છના એકમાત્ર મુવમેન્ટ ડીસઓર્ડર અને પાર્કિન્સન ડીસીઝના સ્પેશ્યાલીસ્ટ છે, જેમણે મુંબઈ સ્થિત કોકીલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પીટલમાંથી મુવમેન્ટ ડીસઓર્ડર્સમાં સઘન તાલીમ મેળવેલ છે.
ડો. સારીકા પાટીલ મગજને લગતી વિવિધ સમસ્યાઓ જેમકે બ્રેઈન સ્ટ્રોક, વાઈ-ખેંચ- આંચકી, માઈગ્રેન, માથાનો દુઃખાવો, વર્કીંગો, ન્યુરોપથી, ન્યુરો મસ્ક્યુલર ડીસીઝ, મસ્ક્યુલર ડીસ્ટ્રોફી, મેયોસાયટીસ, માયેસ્થેનિયાગ્રેવિસ, જી.બી. સિન્ડ્રોમ, માયલોપથી અને મલ્ટીપલ સ્કોલેરોસીસ વિગેરેમાં દર્દીઓની સચોટ સારવારમાં નિપુણતા મેળવેલ છે.
આ ઉપરાંત તેઓ મુવમેન્ટ, ડીસઓર્ડસ અને ન્યુરોલોજીકલ ડીસીઝ જેવા કે ડીસ્ટોમીયા, પોસ્ટસ્ટ્રોક, સ્પાસ્ટીસિટી અને માઈગ્રેનમાં ઈ.એમ.જી. ગાઈડેડ બોટોબ્સ થેરેપીના 500 થી વધુ કેસીસમાં બોટોકસ ઈન્જેકશન દ્વારા ટ્રિટમેન્ટ આપવાનો બહોળો અનુભવ ધરાવે છે.
મગજ અને જ્ઞાનતંતુના રોગો માટેના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. સારીકા પાટીલ આગામી તા.08-01-2025 બુધવાર સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી શહેરના ક્રિશ કોર્નર, જોલી બંગલા પાસે, એસ.ટી. રોડ, જામનગરમાં આવેલ જામનગર ક્રિટીકલ કેર હોસ્પિટલમાં મળી શકશે.
મગજ અને જ્ઞાનતંતુના રોગોવાળા દર્દીઓ માટે નામ લખાવવા માટે જામનગર ક્રિટીકલ કેર હોસ્પિટલનો સંપર્ક કરવો. જે લોકોને પક્ષઘાત, એપિલેપ્સી (વાઈ), વર્ટિગો (ચકકર આવવા), પાર્કિન્સન ડિસીઝ (ધ્રુજારી), હાથ-પગ કે ગરદન ત્રાસા થઈ જવા, બાટોકસ ઈન્જેકશન, ડિપ બ્રેઈન સ્ટીમ્યુલેશન, મસ્ક્યુલર ડિસીઝ, અલ્ઝાઈમર્સ (ચિતભ્રંશ ગાંડપણ), હાથ-પગ કે શરીરના અન્ય ભાગોમાં અનિયમીત હલન ચલન થવું, કમરનો અને માથાનો દુઃખાવો, ખાલી ચડી જવી જેવી બિમારીઓ અંગે સચોટ ઈલાજ કરી આપવામાં આવશે. જે દર્દીઓઍ ડો. સારીકા પાટીલના કેમ્પમાં ઈલાજ કરાવવો હોય તેઓએ નામ લખાવવા ૯૫૭૪૦ ૦૦૬૯૧ તથા વધુ માહિતી માટે ૯૫૭૪૦ ૦૦૬૯૬ પર સંપર્ક કરવો તેમ જણાવાયું છે.