અનેક લોકો બેવડી ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસનો ભોગ બની રહ્યા છે: સરકારી તેમજ ખાનગી હોસ્૫િટલોમાં દર્દીઓની ભરમાર: જી.જી.હોસ્૫િટલમાં દરરોજ ૨૦૦થી વધુ કેસ આવી રહ્યા છે: આરોગ્ય કેન્દ્રોમાં પણ અનેક દર્દીઓ જોવા મળે છે
શિયાળો આ વખતે જાણે શરમાઇ-શરમાઇને આગળ વઘ્યો હોય એવી પ્રતીતિ થઇ, કારણ કે ન તો કડાકાનો ઠંડી પડી છે અને ન તો ઠંડીએ વિદાય લીધી છે, મતલબ કે બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે અને ખાસ કરીને સરકારી જી.જી.હોસ્પિટલ તેમજ ખાનગી કલીનીકોમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં ભારેખમ વધારો થયો છે.
જાન્યુઆરીના અંતિમ અઠવાડીયામાં શિયાળાની વિદાયના ચિન્હો દેખાયા બાદ ફરી ઠરીનું આગમન થું હોય તે ઈલ્લા દસ-બાર દિવસમાં તાપમાન નીચું જવા પામતા જામનગર જિલ્લામાં મિશ્ર ઝતુ જેવું વાતાવરણ સર્જાયું છે.આ ઉપરાંત ઠંડો કાતિલ પવન ફૂંકાયા રાખે છે. પરિણામે વાયરલ સિઝનલ શરદી તાવના રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેમ જામનગરની જી.જી. હોસ્પિટલ, ૩૩ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરમાં કોર્પોરેશનના ૧૨ દવાખાનાઓમાં શરદી-સુકી ઉધરસ અને ઝીણા તાવના દર્દીઓ મોટા પ્રમાણમાં આવવા લાગ્યા છે.
માત્ર જી.જી. હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં દૈનિક ૨૫૦૦થી વધુ દર્દીઓની ઓપીડીમાં દૈનિક લાંબી કતારો લાગે છે. જેમાં મેડીસીન વિભાગની ઓપીડીમાં મોટાભાગના પેશન્ટ શરદી-તાવ, એકલો તાવ કે ખાલી શરદી અથવા વાયરલ શરદી-તાવની ફરિયાદ લઈને આવે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દૈનિક આવા ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ૩૩ પાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફેબ્રુઆરીના ૧૩ દિવસોમાં સિઝનલ શરદી-તાવના ૫૪૯૦ કેસ નોંધાયા છે. જામનગર શહેરના ખાનગી દવાખાનાઓ પણ આવા દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હસ્તકના ૧૨ અર્બન આરોગ્ય ક્ધદ્રોમાં પણ જાન્યુઆરીમાં ૧૬૧૩ અને ફેબ્રુઆરી માસમાં શરદી-ઉધરસ-તાવના મિશ્રિત લક્ષણોના કુલ પપ૬ દર્દીઓ નોંધાયા છે. આમ સિઝનલ એનો વાયરલ શરદી-ખાંસી-તાવનો રોગચાળો હાલ સર્વત્ર વ્યાપ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
મેડિસીન વિભાગના વડા સિનિયર એમડી ફીઝિશ્યન ડો.મનિષભાઈ મહેતા જણાવે છે કે, હાલના તબક્કામાં સાવચેતી એજ પ્રથમ સારવાર ગણી શકાય. અન્યનો ચેપ આપણા સુધી ન પહોંચે તે માટે માસ્ક સહિતના નિયમો પાળીએ એટલા બચી શકાય છે. બાકી શરદી-તાવના લક્ષણો જણાય એટલે સીધા ડોક્ટર પાસે જવું સલાહભર્યું છે.
***
કોવીડ થયેલાને ઉપાધી લાંબી ચાલે છે, ઘરગથ્થુ ઉપાયો ન કરવા: તબીબ
આયુષ મંત્રાલયની આયુર્વદિક એવી આઈટીઆરએ હોસ્પિટલના મેડીસીન વિભાગના પ્રોફેસર સિનિયર એમડી ફીઝિક્યન ડો. ભૂપેશ પટેલ જણાવે છે કે, હાલના સજોગોમા જેને જેને કોવીડ થયેલા છે તેઓને સામાન્ય શરદી તાવ પણ લાંબા ચાવતા હોવાનું જણાય છે. આવામાં ઘરગથ્થુ ઉપાયો ન ચાલે. રોગના લક્ષણો જણાય એટલે તરત જ ડોક્ટર પાસ જવું હિતાવહ છે. આ ઉપરાંત લોકોએ હાલ વસંત ઋતુ ચાલુ થઈ છે ત્યારે મિશ્ર ઋતુની ઋતુચર્યા પાળવી જોઈએ એટલે કે, ખાસ કરીને કફ પેદા કરે તેવા પદાર્થો આરોગવાનું ટાળવું જરુરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech