ગંભીર બીમારીના સમયે સારવાર પાછળ લાખો પિયાનો થતો ખર્ચ સરકાર ભોગવે તે માટે પીએમજેએવાય યોજના ચાલુ છે. આ યોજનામાં પરિવારની વાર્ષિક આવક સહિતની અનેક શરતો લાગુ કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્રારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ ૭૦ વર્ષથી વધુ વયના સુપર સિનિયર સિટીઝનોને આ પ્રકારનું કાર્ડ મફતમાં આપવા અને વાર્ષિક આવક સહિતના ધોરણો લાગુ નહીં પાડવા માટે નિર્ણય લેવાયો છે.તા.૧ નવેમ્બરથી લાગુ પડેલી સુપર સિનિયર સિટીઝન માટેની આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ કોન્ટેકટ શ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ પ્રક્રિયાથી વાકેફ ન હોય તેવા સિનિયર સિટીઝનોને આ કામમાં મદદ પણ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક રૂા. ૧૦ લાખની આરોગ્ય સારવાર વીમા યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ' આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના, ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. જેની મદદથી વૃદ્ધોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.
રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાનુસાર, આયુષ્માન ભારત વય વંદના યોજનાનો લાભ લેવા આયુષ્માન એપ અથવા પીએમજેએવાય.ના વેબ પોર્ટલ પર લાભાર્થી નોંધણી કરાવી શકે છે. જો લાભાર્થી નોંધણી કરાવવામાં અસમર્થ હોય, તો યોજના સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલો અથવા ખાનગી હોસ્પિટલો, ઈ–ગ્રામ (વી.સી.ઈ.), ગ્રામ પંચાયત પર તેમના આધાર કાર્ડ રજૂ કરીને નોંધણી કરાવીને આયુષ્માન કાર્ડ કાઢી શકાય છે.હાલ રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા આ કામગીરી ઘરે–ઘરે જઈને કરવામાં આવે છે. ત્યારે વયપાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ માન્ય હોસ્પટિલની યાદી રાજકોટ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જોવા મળશે. આ વિશે વધુ માહિતી માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકાશે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી દ્રારા જણાવાયું છે
ઓનલાઈન કાર્ડ કેમ કઢાવવું ?
ઓનલાઇન આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવા માટેની જે સિસ્ટમ છે તેનો કેમ ઉપયોગ કરવો તેની માહિતી અને માર્ગદર્શન જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા આપવામાં આવી છે.
– ગુગલ પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને કિલક કરી ઓપન કરો.
– લોગ–ઈન પર કિલક કરો.
– લાભાર્થી (બેનિફિશિયરી) પર કિલક કરો.
– આધારકાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર કિલક કરો.
– આવેલ ઓટીપી સમય મર્યાદામાં દાખલ કરો.
– ત્યારબાદ લોગ–ઈન સ્ક્રીન ખુલશે, જેમાં લખેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચી છેલ્લે સુધી સ્ક્રોલ કરો. જયાં ૭૦થી વધુ વયના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે. તે બટન પર કિલક કરો.
– લાભાર્થી આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર કિલક કરો.
– એક ઓટીપી આધારકાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર પર અને બીજો ઓટીપી લોગ–ઈન કરનારા લાભાર્થીના મોબાઇલ નંબર પર એમ કુલ બે અલગ અલગ ઓટીપી આવશે.
– બંને ઓટીપી કાળજીપૂર્વક દાખલ કરો.
નીચે આધારકાર્ડની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો.
– કેમેરા પર કિલક કરી લાઇવ ફોટો પાડી અપલોડ કરી સબમિટ કરો.
– જો કુટુંબના અન્ય સભ્યનું કાર્ડ બનાવવાનું હોય તો એડ મેમ્બર ટેબ પર કિલક કરી તેમની વિગતો ઉમેરો અથવા જો કોઇ સભ્યનું બનાવવાનું ન હોય તો આઈ ડોન્ટ હેવ એની અધર ફેમિલી મેમ્બર ટેબ પર કિલક કરો.
– આયુષ્માન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે.
– આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMજામ્યુકોનું બજેટ 1500 કરોડથી વધુ રહેવાની ધારણાં: વેરામાં ખાસ વધારો હશે નહી
January 24, 2025 12:49 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો...!!
January 24, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech