ભીલવાસની ભારત બેકરીના એલચી ટોસ્ટ ખાતા નહીં ! ભેળસેળ મળી, સેમ્પલ ફેઇલ

  • December 15, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે ભીલવાસની ભારત બેકરીના એલચી ટોસ્ટનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનું લેબોરેટરી પરીક્ષણ કરાવતા તેમાં નિયત માત્રા કરતા વધુ સેકરીન અને આરોગ્યને હાનિકારક કલર વિગેરે પદાર્થોની ભેળસેળ હોવાનો ટેસ્ટ રિપોર્ટ આવ્યાનું જાહેર થયું છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે ભારત બેકરી પ્રા.લી., ભીલવાસ ચોક, ઠક્કર બાપા છાત્રાલય રોડ, ઇગલ પેટ્રોલ પંપ્ની બાજુમાં, રાજકોટ મુકામેથી હિતેશભાઇ દયાળજીભાઇ બુધ્ધદેવ પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ સ્પેશયલ એલચી રસ ( ચા-કોફી સાથે ખાવામાં આવતા એલચી ટોસ્ટ)ના 250 ગ્રામના પેકિંગનો નમૂનો લઇ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જેનું પરીક્ષણ કરાતા સેકરીન તથા સીન્થેટિક ફૂડ કલર ટાટ્રર્ઝિીન અને સનસેટ યેલો એફસીએફ જેવા જન આરોગ્ય માટે ઘાતક તત્વોની હાજરી જોવા મળી હતી જેના કારણે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયુ હોવાનો રિપોર્ટ આવ્યો છે. હવે આ અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


પેડક રોડ ઉપર 21 દુકાનોમાં ચેકિંગ આઠને ફૂડ લાયસન્સ અંગે નોટિસ
ફૂડ વિભાગની ટીમ દ્વારા વાન સાથે રાખીને શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

સદર બજારના બેકર્સ પોઇન્ટમાંથી કેક અને સંત કબીર રોડ પરથી ચાના સેમ્પલ લેવાયા મહાપાલિકા દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (1) ચાની ભૂકી (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રી ચામુંડા ટી સ્ટોલ, શોપ નં -3, સરદાર સ્કૂલ પાસે, સંત કબીર રોડ, રાજકોટ ખાતેથી (2) ચા (પ્રિપેર્ડ લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રી ચામુંડા ટી સ્ટોલ, શોપ નં -3, સરદાર સ્કૂલ પાસે, સંત કબીર રોડ, રાજકોટ ખાતેથી (3) ચાની ભૂકી (લુઝ)નું સેમ્પલ સ્થળ-શક્તિ ટી સ્ટોલ, કબીર કોમ્પ્લેક્ષ, શોપ નં.9-10, સંત કબીર રોડ, રાજકોટ ખાતેથી તેમજ બ્લેક ફોરેસ્ટ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ- બેકર્સ પોઈન્ટ, સદર બજાર મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application