BREAKING NEWS

શું તમે પણ દૂધીના બીજ ફેંકી દો છો? આ ચમત્કારિક ફાયદા જાણ્યા પછી ક્યારેય નહીં કરો આ ભૂલ

  • May 25, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે લોકો દૂધીનું શાક કે જ્યુસ બનાવીને પીતા હોય છે અને તેના બીજને કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ આયુર્વેદ અનુસાર, દૂધીના બીજ સ્વાસ્થ્ય માટે સુપરફૂડ સમાન છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, આયુર્વેદિક નિષ્ણાત વૈદ્ય હરગોવિંદ પ્રજાપતિના જણાવે છે કે આ નાના દેખાતા બીજ પોષક તત્વોનો ભંડાર છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે.


લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સંસ્થા દ્વારા આ બીજના અદભુત ફાયદાઓની માહિતી જાહેર કરવામાં આવી છે.વૈદ્ય પ્રજાપતિના જણાવ્યા અનુસાર, દૂધીના બીજનું નિયમિત સેવન કરવાથી શરીરને લાભ થાય છે:



હૃદયને રાખે છે તંદુરસ્ત
આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.



મજબૂત રોગપ્રતિકારક શક્તિ 
તેમાં રહેલું ઝિંક અને વિટામિન-E શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે



ડાયાબિટીસમાં રાહત
દૂધીના બીજ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થયા છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે.તેમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફન હોય છે, જે મગજને શાંત રાખે છે, તણાવ દૂર કરે છે અને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.



હાડકાંની મજબૂતી
કેલ્શિયમ અને ફોસ્ફરસનો  સ્ત્રોત હોવાથી તે હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે.


ઉપયોગ કરવાની રીત
નિષ્ણાત વૈદ્યના જણાવ્યા અનુસાર, આ બીજને તડકામાં સૂકવીને, હલકા શેકીને અથવા તેનો પાવડર બનાવીને રોજ સવારે નરણા કોઠે એક ચમચી સેવન કરી શકાય છે. સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર આ દેશી સુપરફૂડને રોજિંદા આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application