હું બીજાને ડેટ કરતી હતી પણ... હવે હું લગ્ન કરીશ: દિવ્યા અગ્રવાલ

  • November 11, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની દિવ્યા અગ્રવાલની જાહેરાત


બીગ બોસ ઓટીટી વિજેતા અભિનેત્રીએ ખુશ ખબરી આપી છે કે તે  કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરશે. એક  ઈન્ટરવ્યૂમાં તેને  કહ્યું હતું- હું બીજાને ડેટિંગ કરી રહી હતી પણ ઘર જોઈને મને થયું કે હવે મારે લગ્ન વિષે વિચારવું જોઈએ.

બિગ બોસ ઓટીટી વિજેતા અભિનેત્રી દિવ્યા અગ્રવાલએ કહ્યું, હું બાળપણથી જ લગ્ન કરવાનું સપનું જોતી હતી. 'એક ક્ષણ આવવાની છે જ્યારે મારું સપનું સાકાર થવાનું છે.બિગ બોસ ઓટીટી વિજેતા દિવ્યા અગ્રવાલે દિવાળીના અવસર પર તેના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરીને તેના જીવનમાં એક નવી સફર શરૂ કરવા જઈ રહી છે. એક ખાનગી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાના સપનાના લગ્ન વિશે વાત કરી હતી. તેણે કહ્યું- હું આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહી છું. હું બાળપણથી જ લગ્ન કરવાનું સપનું જોતી હતી. 'એક ક્ષણ આવવાની છે જ્યારે મારું સપનું સાકાર થવાનું છે. જો કે હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી. મારી માતા અને પંડિતજી મળીને તેને આખરી ઓપ આપશે.


શું કહ્યું દિવ્યાએ ? 

દિવ્યા અગ્રવાલ કહે છે, 'હું અપૂર્વ પાડગાંવકરને ત્યારથી ઓળખું છું જ્યારે મેં ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો ન હતો. પરંતુ કેટલાક કારણોસર અમે અલગ થઈ ગયા. અત્યારે અમે જે રીતે એકબીજા સાથે જીવી રહ્યા છીએ, એવું લાગે છે કે હું પહેલેથી જ પરિણીત છું. તેણીએ કહ્યું- હું કલ્પના કરી શકતી નથી. ગઈકાલ સુધી હું નાની છોકરી જેવી હતી. હવે હું સ્ત્રીની જેમ લગ્ન કરવા જઈ રહી છું. મેં મારા લગ્નને લઈને ઘણા સપના જોયા છે, જેને હું બિગ ફેટ ઈન્ડિયન કરીને પૂરા કરવા જઈ રહી છું. 


લગ્નની થીમ જંગલની હશે: દિવ્ય અગ્રવાલ 

દિવ્યા કહે છે, હું લગ્નમાં લાલ રંગનો સિમ્પલ લહેંગા પહેરીશ. લગ્નની થીમ જંગલની હશે, કારણ કે અમે બંને પ્રાણીપ્રેમી છીએ. આટલું જ નહીં હું મારા લગ્ન પરના ઘણા સ્ટીરિયોટાઇપ્સને પણ તેડવાની છું. અભિનેત્રીએ કહ્યું કે, હું હંમેશા રાજસ્થાની શાહી લગ્ન ઈચ્છતી હતી. પણ હવે મારા ઘરે લગ્ન થાય તો પણ કોઈ વાંધો નથી. કારણ કે લગ્નની વિધિઓ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


કોણ છે દિવ્ય અગ્રવાલનો પતિ ? 

દિવ્યાનો ભાવિ પતિ અપૂર્વ એક રેસ્ટોરન્ટનો માલિક છે. અપૂર્વ પહેલા દિવ્યા વરુણ સૂદને ડેટ કરતી હતી. એક ઈન્ટરવ્યુમાં દિવ્યાએ કહ્યું હતું કે, અપૂર્વનું ઘર જોયા પછી મને તેના પ્રત્યે લાગણી થઈ હતી, તેમ છતાં હું વરુણને ડેટ કરી રહી હતી. આ માટે દિવ્યાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી અને તેને ગોલ્ડ ડિગર કહેવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application