મિલકતવેરા વળતર યોજના તા.30 જૂને પૂર્ણ 3,27,828 કરદાતાએ રૂ.242.62 કરોડ ભર્યા

  • June 28, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા.1-4-2024થી વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમાં મિલ્કતવેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં 3,27,828 કરદાતાઓ દ્વારા કુલ 242.62 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 92,776 કરદાતાઓએ વેરો કુલ 95.45 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,35,052 કરદાતાઓએ કુલ 147.17 કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 24.05 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે તા.1-06-2024 થી 28-6-2024 સુધીમાં કુલ 21,262 કરદાતાઓએ કુલ 18.23 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 8,956 કરદાતાએ વેરો કુલ 10.47 કરોડ અને ઓન લાઇન દ્વારા 12,306 કરદાતાઓએ કુલ 7.76 કરોડની ભરપાઇ કરેલ છે. જુન માસમાં વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 6.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
હાલ તા.30-06-2024 સુધી પાંચ વળતર યોજના (મહીલા કરદાતાઓ માટે 10 ટકા વળતર યોજના) ચાલુ હોય કરદાતાઓને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application