રશિયાની S-400 મિસાઈલ સિસ્ટમની જાળવણી કરશે ભારત

  • June 28, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


S-400 સિસ્ટમની જાળવણીને લઈને ભારત અને રશિયા વચ્ચે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે દુનિયાના આ સૌથી શક્તિશાળી એર ડિફેન્સની જાળવણી ભારતમાં જ થશે. રશિયા પાસેથી ખરીદવામાં આવેલી S-400 મિસાઈલ સિસ્ટમની જાળવણીનું કામ હવે ભારતમાં કરવામાં આવશે. ભારતે 5.4 બિલિયન ડોલરમાં રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદ્યા હતા. જેમાંથી 3ની ડિલિવરી કરવામાં આવી છે. S-400ની ડિલિવરી પછી તેમને જાળવવા માટે ભારતમાં એક સેટઅપ સ્થાપિત કરવામાં આવશે.


રશિયાએ ફરી મિત્રતાનું નવું ઉદાહરણ રજૂ કર્યું


આ પ્રથમ વખત હશે જ્યારે રશિયા તેના દેશની બહાર S-400 મિસાઈલ સિસ્ટમ માટે જાળવણી સુવિધા સ્થાપિત કરશે. S-400 સ્ક્વોડ્રનને સમગ્ર ભારતમાં બહુવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે અને જો જરૂર પડશે તો દેશમાં આવી બે જાળવણી સુવિધાઓ સ્થાપિત કરી શકાશે. બીજા તબક્કામાં ભારતમાં સિસ્ટમ માટે જરૂરી ઘટકોનું ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરવામાં આવશે.


ભારતની સુરક્ષા કવચ વધુ મજબૂત બને છે


આ હેતુ માટે રશિયન કંપની ભારતીય કંપની સાથે જોઈન્ટ વેન્ચર પણ બનાવશે અને ટેક્નિકલ સપોર્ટ પણ આપશે. આ કામ માટે જરૂરી ટેક્નોલોજી પણ રશિયન કંપની આપશે. આ કામ 2028 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.


ભારતને S-400ની ત્રણ સ્ક્વોડ્રન મળી છે. જે પઠાણકોટ, સિલીગુડી અને રાજસ્થાન પાસે તૈનાત છે. બાકીની બે સ્ક્વોડ્રન આગામી 12 થી 24 મહિનામાં મળી જવાની અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application