ગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા

  • June 30, 2024 11:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


CBI, જે મે મહિનામાં ગુજરાતના ગોધરામાં એક ખાનગી શાળામાં NEET-UG પરીક્ષા આયોજિત કરવામાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે, તેને ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગોધરા જય જલારામ સ્કૂલના મેનેજર અને માલિક દીક્ષિત પટેલની શનિવારે આણંદમાંથી સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈએ દિક્ષીત પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં ગોધરા કોર્ટે સુનાવણી હાથ ધરતા સીબીઆઈને અમદાવાદ કોર્ટમાંથી રિમાન્ડ લેવાની સલાહ આપી હતી. બાદમાં સીબીઆઈએ દીક્ષિત પટેલને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજ સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરી હતી. હાલમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં અન્ય ચાર આરોપીઓની પૂછપરછ દરમિયાન સીબીઆઈને આ ગુનામાં દિક્ષિત પટેલની સંડોવણીના પુરાવા મળ્યા છે.

મે મહિનામાં, ગુજરાતના ગોધરામાં એક ખાનગી શાળામાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ એટલે કે NEET-UG યોજવામાં કથિત અનિયમિતતાઓ પ્રકાશમાં આવી હતી. જે બાદ આ કેસની તપાસ CBI પાસે છે.

CBIએ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી જય જલારામ સ્કૂલના માલિક અને શાળાના માલિક દિક્ષિત પટેલની ધરપકડ કરી હતી. આ સાથે અત્યાર સુધી ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા છ પર પહોંચી ગઈ છે. જય જલારામ શાળા એ નિયુક્ત કેન્દ્રોમાંનું એક હતું જ્યાં 5 મેના રોજ NEET-UG પરીક્ષા લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application