BREAKING NEWS

હડતાલ સમેટાઇ: રાજકોટ જિલ્લાના ૧૭૫ જેટલા દુકાનદાર દ્વારા અનાજ વિતરણ શરૂ

  • November 03, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનોના એસોસિએશનની હડતાલ અંતર્ગત ગત તા.૨૫ની રજુઆત સંદર્ભે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના અપાઇ છે.બેઠક બાદ દુકાનદારોએ હકારાત્મક અને માનવીય અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ માટે તૈયારી દર્શાવી હતી. જે અન્વયે ગઇકાલે તા.ર નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં ૧૭૫ જેટલા દુકાનદારો દ્વારા ચલણ જનરેટ કરી રાશન વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાહેર હિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ એનએફએસએ હેઠળ નોંધાયેલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોએ ચલણ સંબંધિત કામગીરી કરવા હકારાત્મક વલણ દાખવી રહ્યા છે.

નવેમ્બર-૨૦૨૫ માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના ચલણમાં નોંધપાત્ર માત્રામાં વધારો થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તેમજ બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય અને એટલેકે એનએફએસએ લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ ૧ નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application