રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાંથી સુવિધા વિહોણો મોટા મવા વિસ્તાર રાજકોટ શહેરની હદમાં ભેળવ્યા બાદ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ્ર કરાયેલો કાલાવડ રોડ ઉપર મોટા મવા પાસેના રંગોલી પાર્ક ચોકમાંથી પસાર થનાર દરેકને કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટના ડર્ટી પિકચરનો ખરો અંદાજ આવશે. રાજકોટ શહેરમાં મેઘવિરામ થયાના ૭૨ કલાક બાદ પણ અહીં વરસાદી પાણી ભરેલા છે અને અહીંથી પસાર થતી કારના બોનેટ જમીન સાથે અથડાઇ જય છે તેમજ ટુ વહીલર ચાલકોના હાથમાંથી વાહનનું હેન્ડલ મુકાય જાય છે તેવા પાંચ ફટ પહોળા વિશાળ ખાડા મેઇન રોડ ઉપર છે.
નજરે દેખાતા પ્રશ્નો હોય તો પણ ફરિયાદ સ્વપે આવે તો જ ઉકેલવાના મહાપાલિકા તંત્રના હલકટ અભિગમને કારણે અહીં દિવસમાં દસ દસ વખત ટ્રાફિક જામ થવા લાગ્યો છે, ઉંડા ખાડામાં વરસાદી પાણી ભરેલું હોવાથી વાહનચાલકોને ખાડા દેખાતા નથી અને અકસ્માતો સર્જાય છે. શહેરની હદ વધાર્યા પછી મહાનગરપાલિકા તત્રં પણ હલકટાઇની હદ ઓળંગી ગયું હોય તેવું કાલાવડ રોડના રંગોલી પાર્ક ચોકમાંથી પસાર થતા હજારો વાહનચાલકો અનુભવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસકપક્ષના નેતા ( શાસક પક્ષના નેતા વોર્ડ નં.૧૧ના કોર્પેારેટર છે), શાસક પક્ષના દંડક, વોર્ડ નં.૧૧ના તમામ ચારેય કોર્પેારેટરો તેમજ સિટી ઇજનેરથી લઇને આસિસ્ટન્ટ ઇજનેરો અહીંથી ટુ વહીલરમાં બેસીને કે પગપાળા ચાલીને પસાર થાય તો તેમને વાસ્તવિકતાનો અંદાજ આવશે. આ ડામર રોડ કોણે બનાવ્યો ? કયારે બનાવ્યો ? ગેરંટી વર્ક હતું કે કેમ ? તે સહિતની તપાસ ટેકિનકલ વિજિલન્સ મારફતે કરાવીને કોન્ટ્રાકટર એજન્સી સામે તેમજ તત્કાલિન ઇજનેરો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ.અલબત્ત આ બધું કરતા પહેલા અહીંથી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ થાય અને ખાડા રિપેર થાય તે માટે કાર્યવાહી થવી જોઇએ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech