ન્યારી ડેમ પાસે ગંદકીના ગંજ : મનપા તંત્રને કચરો ઉપાડવાનો સમય નથી !, સ્ટેન્ડિંગ ચેરમેને ઉડાવ જવાબ આપી કહ્યું, "આ તો નોર્મલ છે"

  • August 22, 2023 12:14 PM 

રાજકોટ શહેરને પીવાનું પૂરું પાણી પડતા જળાશયો પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ન્યારી ડેમ પાસે કચરાના ઢગલા જોવા મળતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાને કચરો ઉપાડવાનો હજુ પણ સમય નથી મળ્યો. ત્યારે રવિવારે રોટરી ક્લબ દ્વારા ન્યારી ડેમ સાફ કરાયો હતો. બે ટ્રક કચરો સામાજિક સંસ્થાએ પોતે જળાશય પાસેથી દૂર કર્યો હતો. ત્યાર બાદ ત્યાં રહેલા કચરાના ઢગલા મહાનગરપાલિકા દ્વારા દૂર નથી કરાયા. 


રાજકોટ શહેરને આમ તો સ્વચ્છ સિટી કહેવામાં આવે છે પણ આ વાત અહીંયા ખોટી પુરવાર થાય છે. ન્યારી ડેમમાં અનહદ કચરો હોવા છતાં તેને હટાવવાની તસ્દી પણ મનપા તંત્ર નથી લઈ રહ્યું. રવિવારે આ કચરો ન્યારીના કાંઠે આવી ગયો હતો. આવતજતા સહેલાણીઓ પણ આ ગંદકીને લઇને પરેશાન થઈ ચૂક્યા હતા.


સમગ્ર બાબતે જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછવામાં આવતા સ્ટેન્ડિંગ ચેરમેને ઉડાવ જવાબ આપી કહ્યું, આ કચરો તો નોર્મલ કહેવાય. સ્ટેન્ડિંગ ચેરમેનને જાણે કે અહીંયાથી કચરો ઉઠાવવામાં કોઈ રસ જ ન હોય તે રીતનો જવાબ આપવામાં આવ્યો. ન્યારી ડેમ કે જ્યાં વાર તહેવારે સહેલાણીઓ ઉમટતા હોય છે તે વિસ્તારમાં સ્વચ્છતા રહે તે અતિ આવશ્યક છે અને આ સમસ્યાનું નિરાકરણ માટે પ્રશ્ન પૂછવામાં આવતા પુષ્કર પટેલના જવાબથી આશ્ચર્ય સર્જાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application