જામનગરમાંથી દરરોજ 300 ટન કચરો ઉપાડતો હોવાની વાત જામનગર મહાપાલિકાના શાસકો કહી રહ્યા છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગંદકીનો માહોલ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે . આ અંગે લોકોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ વિસ્તારમાં અવાર નવાર કચરાના ઢગલા ખડકાય છે. પરંતુ જામનગર મહાપાલિકાના તંત્રને આ અંગે અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં ત્યાંથી કચરો ઉપાડતો નથી .જેને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું છે. શા માટે આ વિસ્તારની અવગણના કરવામાં આવે છે? તે લોકોને સમજાતું નથી કચરાને કારણે પશુઓ પણ આ વિસ્તારમાં વધુ એકઠા થાય છે. અને અકસ્માતનો સતત ભય રહે છે. જામનગર મહાપાલિકાના તંત્ર વાહકોએ આ અંગે તપાસ કરીને ધણશેરી, સુભાષ માર્કેટ તથા અન્ય વિસ્તારોમાંથી તાત્કાલિક અસરથી કચરો ઉપાડી લેવો જોઈએ. જો આ કચરો વધુ દિવસ રહેશે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થશે માટે જામનગર કોર્પોરેશનના તંત્ર દ્વારા આ વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરું જોઈએ તેવી લોકોમાં માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા નોટ મોકલી, સાદ અહેમદ વારચને સમન્સ
April 24, 2025 10:55 AMપાકિસ્તાન મોત ભાળી ગયું, અરબી સમુદ્રમાં મિસાઇલ કવાયત શરુ કરી દીધી
April 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech