ગુજરી બજારના મુદ્દે એક જ વોર્ડના બે નગર સેવકોના જુદા - જુદા મત

  • January 10, 2024 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગીના નગરસેવિકાએ ગુજરી બજાર રાખવાની તરફેણ કરી: ભાજપના નગરસેવકના ટેકેદારોએ ગુજરી બજાર હટાવવા રજૂઆત કરી: સુડી વચ્ચે સોપારી બનેલી એસ્ટેટે પોલીસને બોલાવવી પડી

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગુજરી બજારના મુદ્દે કોંગ્રેસના મહિલા નગરસેવિકા રચના નંદાણીયા અને ભાજપના નગરસેવકના સમર્થકો આમને સામને આવી ગયા છે, આજે મામલતદારને મળીને લોકોએ નવાગામ ઘેડમાં ગુજરી બજાર ચાલુ રાખવા અને તેમને રોજીરોટી મળી રહે તે માટે અહીંથી ન હટાવવા માંગણી કરી હતી, જેની સામે આ વિસ્તારમાં ગુજરી બજારના કારણે નીકળવું બહું મુશ્કેલ થઇ જાય છે, તેવા કારણો દર્શાવીને એક નગરસેવકના સમર્થકોએ આજે એસ્ટેટ અને પોલીસની સામે આ બજાર તાત્કાલિક હટાવવા માંગણી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસની એક નગરસેવિકા રચના નંદાણીયા આજે મામલતદારને આવેદનપત્ર આપી ગરીબો માટે આશીર્વાદ સમાન ગુજરી બજારને રાખવા રજૂઆત કરી હતી, ત્યારબાદ ભાજપના એક નગરસેવકના સમર્થકોના ટોળાએ એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષીત અને પોલીસ સામે રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગુજરી બજારને કારણે વાહનો નીકળી શકતા નથી, ટ્રાફીક સમસ્યાઓ ખૂબ જ વધી ગઇ છે, ત્યારે આ બજારને અન્ય જગ્યાએ તાત્કાલિક ખસેડવાની અમારી માંગણી છે, આમ બે જુથના સમર્થકોની અલગ અલગ રજૂઆતોને કારણે એસ્ટેટ અને પોલીસના અધિકારીઓ મુંઝવણમાં મુકાઇ ગયા હતા, આગામી દિવસોમાં આ મુદ્દે ઘર્ષણ થવાના સંકેતો પણ નકારી શકાતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application