વાવાઝોડું ફંટાઈ ગયું કે ગુજરાત પર ખતરો યથાવત જ?? આગામી 2 દિવસમાં શું હશે પરિસ્થિતિ?

  • June 14, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત પર જયારે આફતના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે કે વાવાઝોડું ફંટાઈ ગયું છે પરંતુ હકીકતમાં વાવાઝોડાની ગુજરાત પણ અસર યથાવત જ છે

ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 350 કિમી દૂર વાવાઝોડું કેન્દ્રિત છે. વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર છે.



જ્યારે નલિયાથી 310 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે જખૌથી 125 થી 135ની પ્રતિકલાકની ઝડપે પસાર થાય તેવી સંભાવના છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાના જોખમના પગલે દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા અને ખાડીમાં 2થી 3 મીટર પાણી આવી શકે તેવી સંભાવના છે.


રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application