ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ડાયાબિટીસ મુક્ત જિલ્લાની પખવાડિયાની શિબિર યોજાઈ

  • November 28, 2024 10:35 AM 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અન્વયે ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે તાજેતરમાં ડાયાબીટીસ મુકત જિલ્લાની ઝુંબેશના ભાગરૂપે તા. 14 થી 28 નવેમ્બર સુધી યોગ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


આ કેમ્પમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, એલ.આઈ.સી.ના ચીફ એડવાઈઝર દિનેશભાઈ પોપટ, મનિષભાઈ દાવડા, યોગેશભાઈ છાંટબાર, નટુભા જાડેજા, ભરતભાઈ, ટ્રેનર અમિતભાઈ ગોહિલ તેમજ જિલ્લા કો-ઓર્ડીનેટર વનીતાબેન ચાવડા, દિપાબેન પોપટ, દિપ્તીબેન પાબારીએ ખાસ ઉપસ્થીત રહી, દિપ પ્રાગટ્ય કર્યું હતું.


આ આયોજનમાં ભુજથી ખાસ ઉપસ્થિત રહેલા ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠએ સાંપ્રત સમયમાં ડાયાબીટીસ નિવારણમાં યોગા વિશે સમજ આપી, યોગા કરાવ્યા હતા. સાથે દિનેશભાઈ પોપટએ વૈશ્વીક આંકડાઓ સાથે વૃધ્ધો, પૌઢો અને હવે યુવાનોમાં ઝડપથી પ્રસરતા આ મહારોગને કાબુમાં લેવા તેમજ ડાયાબીટીસ થતુ અટકાવવા માટે પ્રાચીન કાળથી ઋષી-મુનીઓએ દર્શાવેલા ઉપાયો જણાવી, પ્રવર્તમાન જીવન શૈલીમાં વ્યાયામ, પ્રાણાયામ અને યોગાને નિયમીત અપનાવવા અનુરોધ કરી, યોગ બોર્ડે કરેલા આ આયોજનની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.


ગુજરાત રાજ્ય કક્ષાના ખેલાડી કુ. દિવ્યાબેન ગોજીયાનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. યોગ કેન્દ્રમાં શીબિરાર્થીઓનું બ્લડ ટેસ્ટ કરી, અને ઉકાળો પીવડાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વહેલી સવારે 6 થી 8 દરમિયાન યોગ કેન્દ્રમાં શહેરીજનો આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નગરજનો એ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ડો. રાધીકાબેન ખીમજીભાઈ વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application