ભાવનગર શહેરના હાદાનગરમા એકલા રહેતા સગીરના હાથમાંથી આજ વિસ્તારમાં રહેતો એક શખ્સ મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જતા સગીરે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એક સગીરના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી શખ્સ ફરાર થયો હતો. હાદાનગરમાં આવેલ શિવશક્તિ સોસાયટી પ્લોટ નંબર 123 માં રહેતો અરમાન અલારખ મહેતર (ઉં.વ. 16) પોતાના ઘર નજીક વિસ્તારમાં આવેલ ડોક્ટર ખાનના દવાખાના બહાર ઓટલા ઉપર બેઠો હતો. તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો અજય કાળુભાઈ ડાભી નામનો શખ્સ આવ્યો હતો. અને સગીરના હાથમાં રહેલો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 નો ઝુંટવી ફરાર થઈ જતા સગીરે અજયનો પીછો કર્યો હતો. અને થોડી દૂર જતા આ ઉઠાવગીર હાથમાં આવતા અજય સગીર સાથે ઝપાઝપી કરી ધક્કો મારી પછાડી દઈ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. બનાવ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજય ડાભી (રહે.શિવશક્તિ સોસાયટી શેરી નંબર ત્રણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે ઘટનાને પગલે બોરતળાવ પોલીસે ગણતરીની કલાકોમાં જ સગીરના હાથમાંથી મોબાઈલ ઝુંટવી જનાર શખ્સને ઝડપી લીધો હતો. બોરતળાવ પોલોસે અજય કાળુભાઇ ડાભી નામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech