દબાણો દૂર નહીં થાય તો ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ બંધનું એલાન: ચેમ્બરના તાબોટા

  • August 24, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના વેપારીઓ દ્રારા આ બંને બજાર વિસ્તારના મુખ્ય માર્ગેા ઉપર લારી–ગલ્લા ધારકો અને પાથરણા વાળાઓ તેમજ ફેરિયાઓ દ્રારા બેફામ દબાણ કરવામાં આવ્યા હોય તેના લીધે બજારમાં આવતા ગ્રાહકો વેપારીની દુકાન કે શોમમાં પ્રવેશી શકતા ન હોય તેમ જ કાર ચલાવી તો દૂર ટુ વ્હીલર પણ ચલાવી શકાય તેટલી જગ્યા રસ્તા પર નહીં રહેતી હોવાની રજૂઆત મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી ૧૫૦ વેપારીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યા બાદ પણ દબાણનો પ્રશ્ન નહીં ઉકેલાતા હવે આ બંને બજાર બંધનું એલાન આપવાની ચીમકી અપાય છે.
​​​​​​​
વિશેષમાં ઉપરોકત બંને બજાર વિસ્તારના વેપારી આગેવાનોએ જણાવ્યું હતું કે દબાણની સમસ્યા હવે અસહ્ય થઈ ગઈ હોય તેમ જ હાલ તહેવારોના સમયે ગ્રાહકોને પણ ભારે હાલાકી પડી રહી હોય આગામી દિવસોમાં દબાણનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ના છૂટકે બંને બજારો બધં રાખવા વેપારીઓએ નિર્ણય કર્યેા છે અને આજે સાંજે પાંચ કલાકે મહાપાલિકા કચેરી ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સાથે આ મામલે વેપારીઓ મીટીંગ કરનાર છે જો મેયર અને કમિશનરને રજૂઆત કર્યા પછી પણ દબાણો દૂર થતા ન હોય તો હવે કોને રજૂઆત કરવાની તેઓ સવાલ વેપારીઓએ ઉઠાવ્યો છે. જો ખુદ કોઇ દુકાનદાર કે શોમ ધારક પણ પોતાની દુકાન કે શોમ બહાર ફટપાથ ઉપર માલસામાન ડિસ્પ્લે કરીને દબાણ કરતા હોય તો તે પણ જ કરી લેવાય તેમાં પણ કોઈ વાંધો નથી તેવી વેપારીઓએ સહમતી દાખવી છે.
વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે મહાપાલિકા તત્રં અને ટ્રાફિક પોલીસ તંત્રની ઉદાસીનતાના કારણે બંને બજારોના ૫૦૦થી વધુ વેપારીઓને રોજ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણ હટાવ શાખાની ટીમ તો ફકત દબાણ હટાવવાનું નાટક કરવા માટે જ આવે છે ! થોડો સમય માટે લારી ગલ્લા ધારકોને ખસેડે છે અને જેવી દબાણ હટાવ ટીમ રવાના થાય કે તુરતં જ ફરી લારીગલ્લા ધારકો બજારમાં દબાણ કરી ગોઠવાઈ જાય છે. લારીગલ્લા ધારકોના દબાણના કારણે આ બંને બજારો સતત ટ્રાફિકથી ભરચક્ક રહેતી હોય છે અને તેના કારણે ચોરી લૂંટફાટ જેવા બનાવો પણ અવારનવાર બને છે. તાજેતરમાં જ ખરીદી કરવા આવેલી એક મહિલાનું રોકડ રકમ ભરેલું પર્સ ચોરાઈ ગયું હતું તેમજ વાહનો ચોરાઈ જવાની ઘટના પણ વારંવાર બની રહી છે. આવા બનાવો રોજિંદા છે પરંતુ પોલીસ તત્રં પણ હરકતમાં આવતું નથી. દબાણ હટાવ શાખા નો સ્ટાફ પણ લારી ગલ્લા ધારકો પાસેથી હા લેતો હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યેા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓના પ્રશ્ને આગેવાની લેવાના બદલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા વેપારીઓને ભગવાન ભરોસે મૂકી દઈને તાબોટા પાડવામાં આવી રહ્યા હોય તો તેવો તાલ જોવા મળી રહ્યો છે!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application