સોમનાથ મંદિર ખાતે પોષ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

  • February 10, 2024 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચતા હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલ સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં સચિવ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લ ેખનીય છે કે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક ૧૨૧ રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
​​​​​​​
સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ ૧૨:૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. હરહર મહાદેવ, જય સોમનાથના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News