જિલ્લામાં ૨૦ કરોડ ૩૮ લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા

  • October 14, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લાના વિકાસ માટે કુલ ૨૦ કરોડ ૩૮ લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાંસદ, ધારાસભ્ય અને રાજ્યસભાના  સાંસદ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. 
રાજ્ય સરકાર દ્વારા ઉજવાય રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત  પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ રોજગાર  તથા ખેલ મંત્રાલય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ‚ા.૨૦.૩૮ કરોડના ૨૦૦ કામોનું ઇ લોકાર્પણ- ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ.
‚ા.૨૦ કરોડના કામોમાં ૩.૭૨ કરોડના ખર્ચે પોરબંદર આઇ.ટી.આઇનું વિસ્તરણનું ખાત મુહુર્ત, રાણા કંડોરણામાં આરોગ્ય કેન્દ્રના મકાનનું  અને રાણાવાવમાં  પી.જી.વી.સી.એલ સબ કચેરીનું લોકાર્પણ સહિત ૧૫ કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને ૫ કરોડના કામોનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આમ ૨૦.૩૮ કરોડના કામોની પોરબંદરને ભેટ મળી હતી.
નરેન્દ્રભાઈ મોદી ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી શ‚ થયેલી ગુજરાતની  વિકાસયાત્રા અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં વિકાસ સપ્તાહની ૭ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર સુધી ઊજવણી થઈ રહી છે.
   આ પ્રસંગે પોરબંદર ખાતે વિકાસ સપ્તાહના જિલ્લા કક્ષાનાં કાર્યક્ર્મમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ  સગૌરવ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાજીક ન્યાય સાથે વિકાસની રાજનીતિ શ‚ કરી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા ૨૩ વર્ષ પહેલા શ‚ થઇ હતી. નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનતા ગુજરાતમાં કંડલા, મુન્દ્રા,ભાવનગર, ઘોઘા દહેજ ,પોરબંદર, વેરાવળ સહિત બંદરોનો વિકાસ થઇ રહ્યો છે. 
વડાપ્રધાને દેશના વિકાસ માટે ઉદ્યોગ ધંધા અને સાથે કૃષિ ક્ષેત્રે પર્યાવરણ સમતુલા સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત આગળ વધે તે માટે તેમનું વર્ક કલ્ચર આપ્યું છે તેમનો સાર્વત્રિક સ્વીકાર થઈ રહ્યો છે તે ભારત માટે ગૌરવ છે.રમત ગમતમાં  યુવાનોને તક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરી પ્રવાસનને વેગ મળે તે માટે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારી નોકરીઓમાં સંપૂર્ણ પારદર્શકતાને લીધે ગરીબ પરિવારના સંતાનોને અને ઉધોગિક વિકાસને કારણે રોજગારી મળી છે તેમ પણ જણાવ્યું હતું.
પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ  રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું ઘણા વર્ષો પછી લગભગ પ્રથમ વખત આપણા સાંસદ  કેન્દ્રીય મંત્રી તરીકે મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને તેના ફળ છેવાડાના ગામો સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ સમગ્ર વિશ્ર્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શનમાં કોરોના કાળમાં પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણને સિદ્ધિ મળી હતી. વિકસિત ભારતના સંકલ્પમાં સ્વચ્છતા પણ જ‚રી છે. આપણે આપણા ઘર શેરી ગામ અને શહેરને સ્વચ્છ રાખીએ. રાજ્ય અને કેન્દ્ર સરકાર અને સૌના સહયોગથી પોરબંદરમાં ધંધા ઉદ્યોગનો વિકાસ થાય તે માટે સૌના પ્રયાસો છે તેમ જણાવ્યું હતું.
   આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. સ્વચ્છતા, પીવાનું પાણી, ખેતી માટે સિંચાઈ અને ઘરે- ઘરે શૌચાલય સહિત સામૂહિક વિકાસને લીધે લોકોનું જીવન બદલાયું છે.
મોઢવાડિયા એ કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતનો વિકાસ તેજ બન્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પાસે જઈએ ત્યારે તેઓ કહે છે કે પોરબંદરના લોક સેવાના પ્રોજેક્ટ માટે માગો તેટલા નાણા આપીશું. લોકસેવા માટે આપણે કટિબદ્ધ છીએ અને સૌ સાથે છીએ એટલે પોરબંદરમાં વિકાસનો જમ્પ લાગવાનો છે. પોરબંદરના વિકાસ માટે હજુ ઘણા કામો હાથ પર લેવાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સૌના સહયોગથી પોરબંદર તેજ ગતિએ વિકાસ પામશે. પોરબંદરના સાંસદ કેન્દ્રીય મંત્રી દ્વારા પણ પોરબંદરના વિકાસ માટે આયોજન થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલેક્ટર એસ. ડી.ધાનાણીએ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પોરબંદર જિલ્લાના ઉદ્ઘાટિત અને લોકાર્પિત થયેલા પ્રોજેક્ટસની માહિતી આપી ગૌરવની લાગણી વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ખાપટની કે.જી.બી વિદ્યાલયની બાળાઓએ વિજયાદશમી ના પર્વ નિમિત્તે વંદના સ્તુતિ અને વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની ગાથા રજુ કરતો ગરબો પ્રસ્તુત કર્યો હતો. 
ઉપસ્થિત સૌ લોકોએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં શ‚ થયેલા વિકાસ કાર્યોની ‚પરેખા રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી કે. બી.ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, અધિક કલેક્ટર આર. એમ. રાયજાદા, ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક રેખાબા સરવૈયા, અગ્રણી લીરીબેન ખુંટી, આવડા ભાઈ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application