વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર, પોરબંદર સહિતના આ બંદરો પર લગાવાયું અત્યંત ભયસૂચક 10 નંબરનું સિગ્નલ

  • June 12, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવાઝોડું હાલ વધુ વિકરાળ બન્યું છે. ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. બિપોરજોય વાવાઝોડું બન્યુ વધુ વિકરાળ, પોરબંદર, દ્વારકા, જામનગર,ઓખા, કચ્છના બંદરો પર અત્યંત ભયસૂચક 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.વાવાઝોડાને પગલે દ્વારકા,  કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.




ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.



બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  



 વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application