પોપટપરા શેરી નં.૨ પુલની પાછળ રહેતા નીકિતાબેન રાજેશભાઇ તલવાર(ઉ.વ ૨૭) નામના શીખ પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ બદવાણી,જાવેદ તથા એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પતિ-પત્ની બંને મળી સિઝનેબલ ચીજ વસ્તુઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇ તા. ૭/૪/૨૦૨૫ માં સાંજના સમયે તે તેમના પતિ સહિતના પરિવારજનો ઘરે હાજર હતા તે સમયે સદામ અને તેની સાથેનો અજાણ્યો શખસ છરી લઇ ઘરે આવ્યો હતો અને પરિણીતાના પતિ રાજેશભાઇને ઘરેથી બહાર લઇ જઇ ઢોર મારમાર્યો હતો.જેમાં તેમને ઇજા પહોંચતા તે મોડી રાતે ઘરે આવ્યા હતા અને ખુબજ ગભરાઇ ગયા હતાં.સદામ પાસેથી ફરિયાદીના પતિ રાજેશભાઇએ દોઢ વર્ષ પૂર્વે ત્રણ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં જેનું ૮ લાખ વ્યાજ ચૂકવ્યું છે તેમજ જાવેદ પાસેથી આઠ માસ પૂર્વે એક લાખ વ્યાજે લીધા હતા અને તેને પણ સાતથી આઠ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું છે.તેમછતા જાવેદ પણ અવારનવાર હેરાન કરે છે. સદામને આટલું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પોપટપરા પોલીસ ગ્રાઉન્ડ સામે આવેલ ફરિયાદીનું મકાન પડાવી દીધું છે અને તેમાં કબજો કરી લીધો છે. આ બંને જાવેદ અને સદામ અવારનવાર ફરિયાદીના પતિ રાજેશભાઈને મારમારી વ્યાજના રૂપિયા ભરવા દબાણ કરે છે અને વારંવાર મારી નાખવાની ધમકી આપે છે. વ્યાજના પૈસા પાછા નહીં આપો તો તમને મારી નાખીશું તેવી ધમકી આપે છે. તા. 7/4 ના ફરિયાદીના પતિ ડરના લીધે ઘરેથી ભાગી ગયા હતા અને ફરિયાદીને ફરિયાદના નોંધાવવા માટે પણ આ બંને દબાણ કરતા હોય તેમજ રૂપિયા આપવાનો ટાઈમ માંગે તો પણ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી આ બંનેના ત્રાસથી કંટાળી ગઈકાલે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ મામલે ફરિયાદ નોંધાવતાં પ્ર.નગર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech