અભિનેત્રીએ મલ્લિકા જાનના રોલ માટે તેણે 12 કલાક શૂટિંગ કર્યું
સંજ્ય લીલા ભણસાલીની આ સીરિઝને રિલીઝ થયાને ગણતરીના દિવસો થયા છે. ત્યારે પોતાની શાનદાર એક્ટિંગથી કલાકારોએ સીરિઝમાં ચાર ચાંદ લગાવી દીધા છે. દરરોજ હીરામંડીના કલાકારો અલગ-અલગ પ્લેટફોર્મ પર આ સીરિઝ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.
બોલિવૂડના પ્રતિભાશાળી ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ ની રિલીઝ બાદથી લાઇમલાઇટમાં છે. સીરિઝમાં એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પાત્રમાં જાન ફૂંકી દીધી છે. મલ્લિકા જાનના રોલ માટે તેણે 12-12 કલાક શૂટિંગ કરવું પડ્યું હતું. હવે આ લિસ્ટમાં મલ્લિકા જાનનું પાત્ર ભજવનાર મનીષા કોઈરાલાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. હાલમાં જ એક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેણે ઘણા રહસ્યો ખોલ્યા છે.
મનીષા કોઈરાલાએ કેટલાક રહસ્યો ખોલ્યા
53 વર્ષની ટેલેન્ટેડ એક્ટ્રેસ મનીષાએ કેન્સર સામેની લડાઈ જીતીને બધાને ચોંકાવી દીધા છે. આ બિમારીથી એક્ટ્રેસના જીવન પર ઊંડી અસર પડી હતી. અભિનેત્રીએ કહ્યું કે, કેન્સર જેવી બિમારીથી લડતા મને અહેસાસ થયો કે, શરીર અને મગજ કેવી રીતે એકબીજાથી જોડાયેલા છે. અત્યારે પણ હું ક્યારેય- ક્યારેય વિચારીને ડિપ્રેશનમાં આવી જઉં છું. સાચું કહું તો હીરામંડીના શૂટિંગ દરમિયાન હું ખૂબ હેરાન થઈ છું. હું બસ પોતાની જાતને એમ જ કહેતી હતી કે, આ દોરમાંથી નીકળ્યા બાદ મને મારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું પડશે.
મનીષાએ વધુમાં કહ્યું કે, મને સ્હેજ પણ વિશ્વાસ ન હતો કે, શૂટિંગ દરમિયાન હું કેવી રીતે કામ કરી શકીશ. પરંતુ ભણસાલી આ વાતને ખૂબ સારી રીતે સમજી ગયા. તેણે કહ્યું કે, 18 વર્ષ પહેલા રેખાને મલ્લિકા જાનના રોલ માટે સંપર્ક કરાયો હતો. જો કે, હવે મનીષાને આ રોલમાં જોઈને તેમણે એક્ટ્રેસના ભરપૂર વખાણ કર્યા હતા. મનીષાએ એમ પણ કહ્યું કે, રેખા તેના આ પાત્રને જોઈને ખૂબ ખુશ થયા છે.
મહત્ત્વનું છે કે સીરિઝમાં મલ્લિકા જાનની શારીરિક ચાલ-ઢાલ અને રીતભાતને સારી રીતે સમજવા માટે મનીષાએ પ્રાંણ ફૂંકી દીધા હતા. ખાસ કરીને મહેંદીવાળા સીન માટે મનીષા 7 કલાક સુધી એક જગ્યાએ બેસી રહી. આ સીરિઝ માટે તેણે 12 કલાક સુધી શૂટિંગ કરવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech