વધુ 20 કેસ સાથે ડેંગ્યુ ત્રેવડી સદી તરફ

  • October 21, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે, ગત સોમવારથી આજે સોમવાર સુધીના છેલ્લા એક સાહમાં શહેરમાં ડેન્ગ્યુના વધુ ૨૦ કેસ સહિત કુલ ૨૯૨ કેસ નોંધાયા છે.
બીજીબાજુ ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા નુજબ, મહાપાલિકા દ્રારા સરકાર માન્ય એલિસ ટેસ્ટમાં ડેંગ્યુ હોવાનો રિપોર્ટ આવ્યો હોય તેવા કેસ જ નોંધે છે, જો તે સિવાયના ડેગ્યું કેસ પણ નોંધવામાં આવે તો હાલની સ્થિતિએ શહેરમાં ડેન્ગ્યુના દરરોજના ૨૯૨ કેસ નોંધાય અથવા તેથી પણ વધુ કેસ નોંધાઇ તેટલી હદે શહેરમાં ડેંગ્યુનો રોગચાળો વકર્યેા છે.
મ્યુનિસિપલ વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર છેલ્લા એક સાહમાં શહેરમાં ડેન્ગ્યુના ૨૦, મેલેરિયાના બે, શરદી ઉધરસના ૯૮૪, સામાન્ય તાવના ૬૮૪, ઝાડા ઉલ્ટીના ૧૮૭ કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૮૭૭ કેસ નોંધાયા છે. વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ રોગચાળો નાથવા માટે આરોગ્ય શાખા દ્રારા કરાયેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ૩૬૦ ટીમ દ્રારા ૧,૧૨,૩૯૪ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડવર્કરો દ્રારા ૧૦૧૬૫ ઘરોમાં ફોગીંગ કરાયુ હતું.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા હતા.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરાઇ હતી. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૪૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૭૮૫ અને કોર્મશીયલ ૧૭૨ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૨૭,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application