બેટ-દ્વારકામાં ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણ હટાવવા માંગ

  • January 08, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા સમાહર્તાને પાઠવાયો પત્ર


બેટ દ્વારકાથી હર્ષદ સુધીની દરીયાઇ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા દોઢેક વર્ષ પહેલાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ખાસ કરીને બેટ દ્વારકામાં ઘણા અવેધ બાંધકામ દુર કરવામાં આવ્યા હતા.


 દ્રારકા બેટ ખાતે ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે  ટુરીસ્ટો કેમ્પ ચલાવીને લાખો રૂપિયાની આવક મેળવવામાં આવી રહી છે.આ અંગે દ્વારકાના જાગૃત નાગરિક કમલ રમેશભાઇ ઠાકરે જિલ્લા સમાહર્તાને પત્ર પાઠવીને રજુઆત કરી છે.


છઠ્ઠી જાન્યુઆરીએ લખેલા પત્રમાં વિશેષમાં જણાવ્યું છે કે બેટ ગામમાં આ ગૌચર જમીનમાં  દબાણ કરી ટુરીસ્ટ કેમ્પ ચલાવવામાં આવે છે.અને આખી જગ્યામાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે.અને લાખો રૂપિયાનો વેપાર કરી રહ્યા છે.

નામદાર સુપ્રીમ કોર્ટે તથા ગુજરાત હાઇકોર્ટેના અદ્યતન ચૂકાદાઓ મુજબ ગૌચરની જમીન કોઈ બીજા હેતુ માટે કરી શકાય આ દબાણ તાકીદે દૂર કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application