એલ એન્ડ ટીના ચેરમેન કમ ઉદ્યોગપતિએ તાજેતરમાં કહ્યું હતું કે લોકોએ 90 કલાક કામ કરવું જોઈએ,જ મુદે દીપિકા પાદુકોણ ગુસ્સે થઈ ગઈ અને તેનો ક્લાસ લઈ નાખ્યો હતો અને જોરદાર જડબાતોડ જવાબ આપ્યો હતો. દીપિકા પાદુકોણે એલ એન્ડ ટીના ચેરમેન દ્વારા કર્મચારીઓને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવાના સૂચન સાથે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે.
માતા બન્યા પછી આ દિવસોમાં લાઈમલાઈટથી દૂર રહેલી દીપિકા પાદુકોણ તેની પુત્રી દુઆ પાદુકોણ સિંહ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે. જોકે, તે ચોક્કસપણે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે પોતાના વિચારો અને મંતવ્યો શેર કરી રહી છે. આ કારણે, દીપિકાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પોસ્ટ શેર કરતી વખતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હકીકતમાં, તેમણે તેમની પોસ્ટમાં લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ દ્વારા કર્મચારીઓના કાર્ય-જીવન સંતુલન અંગે કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણી પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં કર્મચારીઓ સાથેની બેઠકમાં, સુબ્રમણ્યમે સૂચન કર્યું હતું કે કર્મચારીઓએ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સફળ થવા માટે અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવા તૈયાર હોવું જોઈએ.
દીપિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો અસંમતિ વ્યક્ત કર્યો અને આ નિવેદનને 'આઘાતજનક' ગણાવ્યું. એટલું જ નહીં, અભિનેત્રીએ કાર્ય જીવન સંતુલન અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો. "આવા વરિષ્ઠ હોદ્દા પરના લોકોને આવા નિવેદનો આપતા જોવું આઘાતજનક છે.
ગુરુવારે બહુરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના અધ્યક્ષે 90 કલાક કામ કરવાની હિમાયત કર્યા બાદ અભિનેત્રીની પ્રતિક્રિયા આવી. કર્મચારીઓ સાથે વાત કરતી વખતે,એલ એન્ડ ટી ના વડાએ કહ્યું, "મને દુઃખ છે કે હું તમને રવિવારે કામ પર નથી બોલાવી શકતો. જો હું તમને રવિવારે કામ પર બોલાવી શકું તો મને વધુ ખુશી થશે. તમે ઘરે બેસીને શું કરો છો?જે મુદે દીપિકાએ પ્રહારો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech